________________ 104 બંધમાં સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકા બાદ બધ્યમાન સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરની સ્થિતિ ઉદયાવલિકા ઉપર સંક્રમાવે. સંક્રમાવલિકા વીત્યા બાદ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ બધ્યમાન અન્ય પ્રકૃતિમાં સંક્રમાવે. તેથી સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = બંધોત્કૃષ્ટ પ્રકૃતિની બંધાત્કૃષ્ટ સ્થિતિ - 3 આવલિકા = સ્વસંક્રમોત્કૃષ્ટ સ્થિતિ - 2 આવલિકા. દા.ત. નરક રની બંધાત્કૃષ્ટ સ્થિતિ 20 કોડાકોડી સાગરોપમ છે. તેટલી સ્થિતિ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ બધ્યમાન મનુષ્ય માં સંક્રમાવે. સંક્રમાવલિકા વીત્યા બાદ મનુષ્ય ની ઉદયાવલિકા ઉપરની સ્થિતિ બધ્યમાન દેવ રમાં સંક્રમાવે. તેથી મનુષ્ય નો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = 20 કોડાકોડી સાગરોપમ - 3 આવલિકા મનુષ્ય ની સંક્રમોત્કૃષ્ટ સ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - 1 આવલિકા મનુષ્ય નો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = (20 કોડાકોડી સાગરોપમ - 1 આવલિકા) - ર આવલિકા = 20 કોડાકોડી સાગરોપમ - 3 આવલિકા (જુઓ પાના નં. ૧૦૫નું ચિત્ર) (2) જે પ્રકૃતિઓના અબંધમાં સંક્રમથી તેમની ઉત્કૃષ્ટસ્થિતિ મળે છે તેમનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ = 70 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 2 આવલિકા) અબંધમાં સંક્રમોત્કૃષ્ટ બે પ્રકૃતિઓ છે - સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય. દર્શન ૩ની સત્તાવાળો મિથ્યાદષ્ટિ જીવ ઉત્કૃષ્ટ સંક્લેશમાં