________________ 72 પુરુષવેદના પ્રદેશસત્તાસ્થાનો પુરુષવેદની બીજી સ્થિતિના ચરમસ્થિતિખંડના ચરમ સમયે (એટલે કે પ્રથમસ્થિતિના દ્વિચરમ સમયે, એટલે કે ઉદયના દ્વિચરમ સમયે) પ્રથમસ્થિતિ-બીજી સ્થિતિના બધા દલિકોના સર્વજઘન્ય પ્રદેશસત્તાસ્થાનથી માંડીને ગુણિતકર્માશના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી યથોત્તરવૃદ્ધિથી નિરંતર પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું બીજુ સ્પર્ધક છે. પુરુષવેદના બંધવિચ્છેદ પછી બીજી સ્થિતિમાં 2 સમયન્યૂન 2 આવલિકાના બંધાયેલા દલિકો વિદ્યમાન છે. તેમના પ્રદેશસત્તાસ્થાનોના 2 સમયજૂન ર આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો સંજવલન ૩ના પ્રદેશસત્તાસ્થાનોના ર સમય ન્યૂન 2 આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો પ્રમાણે જાણવા. આ 2 સમયજૂન 2 આવલિકાના સમયો જેટલા પ્રદેશસત્તાસ્થાનોના જે સ્પર્ધકો છે તેમાં દરેક સ્પર્ધકમાં બે પ્રદેશસત્તાસ્થાનો વચ્ચે આંતરું છે. એટલે કે આ આંતરાવાળા પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો છે, કેમકે કોઈપણ યોગસ્થાન વડે બંધાયેલા દલિકો કરતા ત્યારપછીના યોગસ્થાન વડે બંધાયેલા દલિકોમાં એક સ્કંધ વધુ ન હોય, પણ ઘણા સ્કંધો વધુ હોય છે. તેથી બંધાવલિકા વીત્યા બાદ જ્યારે તેમને સંક્રમાવે ત્યારે ચરમ સમયે જે સત્તાસ્થાનો મળે તે આંતરાવાળા હોય છે. આ ર સમયજૂન ર આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકોમાં 2 સમયગૂન 2 આવલિકાના સમયોને કુલ યોગસ્થાનોથી ગુણતા જે આવે તેટલા પ્રદેશસત્તાસ્થાનો છે. આમ પુરુષવેદના પ્રદેશસત્તાસ્થાનોના કુલ સ્પર્ધકો = 2 સ્પર્ધક + 2 સમયજૂન 2 આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો = 2 આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો.