________________ 6 8 સંજ્વલન ૩ના પ્રદેશસત્તાસ્થાનો 1 આવલિકાના દલિકો અને બીજી સ્થિતિના ર સમયપૂન ર આવલિકાના બંધાયેલા દલિકો વિદ્યમાન છે. શેષ બધા દલિકો નાશ પામ્યા છે. સંજવલન ૩ની પ્રથમસ્થિતિના સમયજૂન 1 આવલિકાના દલિકોના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો થિણદ્ધિ 3 વગેરેના સમયગૂન 1 આવલિકાના દલિકોના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો મુજબ છે. સંજવલન ના ચરમ સ્થિતિખંડના ચરમ પ્રક્ષેપથી માંડીને પશ્ચાનુપૂર્વીથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધીના પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક પણ થિણદ્ધિ 3 વગેરેના ચરમસ્થિતિખંડના ચરમ પ્રક્ષેપથી માંડીને પશ્ચાનુપૂર્વીથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધીના પ્રદેશસત્તાસ્થાનોના 1 સ્પર્ધક મુજબ છે. સંજવલન ૩ની બીજી સ્થિતિના 2 સમયપૂન ર આવલિકાના બંધાયેલ દલિકના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો આ પ્રમાણે છે - બંધવિચ્છેદ સમયે જઘન્યયોગ વડે બંધાયેલ દલિકો બંધાવલિકા વીત્યા બાદ બીજે સંક્રમાવે ત્યારે બીજી આવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશસત્તાસ્થાન છે. બંધવિચ્છેદ સમયે બીજા યોગસ્થાન વડે બંધાયેલ દલિકો બંધાવલિકા વીત્યા બાદ બીજે સંક્રમાવે. ત્યારે બીજી આવલિકાના ચરમ સમયે બીજું પ્રદેશસત્તાસ્થાન છે. - એમ બંધવિચ્છેદ સમયે ત્રીજા યોગસ્થાન વડે બંધાયેલ દલિકો બંધાવલિકા વીત્યા બાદ બીજે સંક્રમાવે. ત્યારે બીજી આવલિકાના ચરમ સમયે ત્રીજું પ્રદેશસત્તાસ્થાન છે. આમ જઘન્ય યોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી જેટલા યોગસ્થાન છે તેટલા પ્રદેશસત્તાસ્થાની બીજી આવલિકાના ચરમ સમયે મળે છે. આ પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે.