________________ (કર્મ સમો નહીં કોઈ રે પ્રાણી) --0- 7 -00 3-- પાણીની ટાંકીમાં એક પાઈપ ઉપર હોય છે અને બીજો પાઈપ નીચે હોય છે. ઉપરના પાઈપથી ટાંકીમાં પાણી આવે છે. આવેલું પાણી ટાંકીમાં ભરાય છે. નીચેના પાઈપથી પાણી ડોલ વગેરેમાં ભરી શકાય છે. પાણીની ટાંકી જેવો છે આત્મા. ઉપરના પાઈપ જેવો છે બંધ. એનાથી આત્મામાં કર્મો આવે છે. ટાંકી ભરવા જેવી છે સત્તા. એનાથી આત્મા કર્મોથી ભરાઈ જાય છે. નીચેના પાઈપ જેવો છે ઉદય. એનાથી આત્મા કર્મોના ફળને ભોગવે છે. એવી આત્મામાં કર્મપુદ્ગલોની થયેલી એકમેકતા તે બંધ. બંધ કે સંક્રમથી આત્મામાં આવેલા કનું પોતાના સ્વરૂપે રહેવું તે સત્તા. બંધાયેલા કર્મોનો અબાધાકાળ પૂર્ણ થયે છતે એમના ફળને અનુભવવું તે ઉદય. આપણા આત્માએ ભૂતકાળમાં અનંતાનંત કર્મો બાંધ્યા છે. તે બધા અત્યારે આત્મામાં સત્તારૂપે પડ્યા છે. બાંધ્યા પછી જેટલો કાળ કર્મોનો ઉદય ન થાય તેને અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ પૂર્ણ થવા પર સત્તામાં રહેલા કર્મોનો ઉદય થશે અને એ આપણે ભોગવવો પડશે. જો કર્મોના ઉદયના ભોગવટામાંથી બચવું હોય તો એ કર્મોનો ઉદય થાય એ પહેલા એ કર્મોને રવાના કરવા જરૂરી છે. દશવૈકાલિકસૂત્રની પ્રથમ ચૂલિકામાં કહ્યું છે - “પાવા 2 97 મો ડાનું વેમ્પા પુત્ર दुच्चिन्नाणं दुप्पडिक्कंताणं वेइत्ता मुक्खो नत्थि अवेइत्ता तवसा वा ફોસફ઼ત્તા ' પૂર્વે દુષ્ટ આચરણ કરીને અને તેનાથી પાછા ફર્યા વિના બાંધેલા અશુભ કર્મોને ભોગવ્યા વિના કે તપથી તેમને ખપાવ્યા વિના તેમનાથી મોક્ષ થતો નથી. એટલે કે બાંધેલા કર્મોનો આત્મા ઉપરથી