________________ પપ પ્રદેશસત્તા (4) પ્રદેશસત્તા અહીં ત્રણ દ્વાર છે. તે આ પ્રમાણે - (1) ભેદ - પ્રદેશસત્તા બે પ્રકારે છે - મૂળપ્રકૃતિપ્રદેશસત્તા અને ઉત્તરપ્રકૃતિપ્રદેશસત્તા. મૂળપ્રકૃતિપ્રદેશસત્તા 8 પ્રકારે છે. ઉત્તરપ્રકૃતિપ્રદેશસત્તા 158 પ્રકારે છે. (2) સાદ્યાદિ પ્રરૂપણા : મૂળપ્રકૃતિઓમાં પ્રદેશસત્તાની સાદ્યાદિ પ્રરૂપણા - (1) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, અંતરાય = 7:- આ પ્રકૃતિઓના ક્ષય વખતે ચરમ સ્થિતિએ રહેલા ક્ષપિતકર્માશ જીવને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. આ પ્રકૃતિઓની તે સિવાયની બધી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા થાય ત્યારે તેમની અજઘન્ય પ્રદેશસત્તા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ૭મી નરકમાં રહેલા ગુણિતકર્માશ મિથ્યાષ્ટિ જીવને હોય છે. આ પ્રકૃતિઓની તે સિવાયની બધી પ્રદેશસત્તા તે અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા છે. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા અને અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા વારાફરતી થાય છે. માટે તે બન્ને સાદિ-અધ્રુવ છે. (2) આયુષ્ય :- આયુષ્ય એ અદ્ભવસત્તાક પ્રકૃતિ હોવાથી તેની જઘન્ય પ્રદેશસત્તા, અજઘન્ય પ્રદેશસત્તા, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા અને અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા સાદિ અને અદ્ભવ છે.