________________ ઉત્કૃષ્ટ અને જઘન્ય રસસત્તાના સ્વામી પ૩ ઉત્કૃષ્ટ રસસત્તાના સ્વામી : | ઉત્કૃષ્ટ રસસત્તાના સ્વામી ઉત્કૃષ્ટ રસસંક્રમના સ્વામીની જેમ જાણવા. જઘન્ય રસ સત્તાના સ્વામી : (1) મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ = 4:- ઉત્કૃષ્ટ કૃતલબ્ધિવાળા ચૌદપૂર્વધરને ૧૨માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓની જઘન્ય રસસત્તા હોય છે. (2) અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ = ર :- પરમાવધિજ્ઞાનીને ૧૨માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓની જઘન્ય રસસત્તા હોય છે. (3) મન:પર્યવ જ્ઞાનાવરણ :- વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને ૧૨માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓની જઘન્ય રસ સત્તા હોય છે. (4) કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા 2, સમ્યકત્વ મોહનીય, સંજ્વલન લોભ, વેદ 3, અંતરાય 5 = 14:- તે તે પ્રકૃતિઓના ચરમ સમયે રહેલા જીવોને તે તે પ્રકૃતિઓની જઘન્ય રસસત્તા હોય છે. (5) શેષ 137 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓના જઘન્ય રસસત્તાના સ્વામી તેમના જઘન્ય રસસંક્રમના સ્વામીની જેમ જાણવા. રસસ્થાનના ભેદો :- રસસ્થાન 3 પ્રકારના છે - (1) બંધોત્પત્તિક રસસ્થાન :- બંધથી ઉત્પન્ન થનારા રસસ્થાન તે બંધોત્પત્તિક રસસ્થાન છે. તે અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ છે.