________________ 48 સામાન્યથી જઘન્ય સ્થિતિ સત્તાના સ્વામી સ્ત્રીવેદ, આયુષ્ય 4, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિન, ત્રસ 3, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર, અંતરાય 5 - આ 34 ઉદયવતી પ્રવૃતિઓની પોતપોતાના ક્ષયના ચરમ સમયે જે 1 સમયની સ્થિતિ છે તે જઘન્ય સ્થિતિસત્તા છે. શેષ 114 અનુદયવતી પ્રવૃતિઓની પોતપોતાના ક્ષયના દ્વિચરમ સમયે જે સ્વરૂપની અપેક્ષાએ 1 સમયની અને કાળથી ર સમયની સ્થિતિ છે તે જઘન્યસ્થિતિસત્તા છે. અનુદયવતી પ્રકૃતિઓનું ચરમસ્થિતિનું દલિક સ્તિબુકસંક્રમથી ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમાવે છે. તેથી ચરમ સમયે તેમનું દલિક પોતાના સ્વરૂપે ન મળે પણ પરરૂપે મળે. 34 ઉદયવતી પ્રકૃતિઓનો ક્ષય કરનારા ચરમસમયવર્તી જીવો તેમની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે. 114 અનુદયવતી પ્રકૃતિઓનો ક્ષય કરનારા દ્વિચરમસમયવર્તી જીવો તેમની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી છે. સામાન્યથી જઘન્ય સ્થિતિ સત્તાના સ્વામી :(1) અનંતાનુબંધી 4, દર્શનમોહનીય 3 = 7 :- આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવોને હોય છે. (2) નરકાયુષ્ય, દેવાયુષ્ય, તિર્યંચાયુષ્ય = 3 :- આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા તે તે ભવના ચરમસમયવર્તી જીવોને હોય છે. અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, થિણદ્ધિ 3, નરક 2, તિર્યચ 2, આતપ 2, સ્થાવર 2, જાતિ 4, સાધારણ, નોકષાય 9, સંજ્વલન 3 = 36 :- આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા ૯મા ગુણઠાણાના જીવોને હોય છે.