________________ 41 પ્રકૃતિઓના ઉદય-ઉદીરણામાં ભેદ ચરમાવલિકામાં તે તે વેદનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર વેદ ૩ના ઉદય-ઉદીરણા સાથે હોય. જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14:- ૧૨મા ગુણઠાણાની ચરમાવલિકામાં આ 14 પ્રકૃતિઓનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર આ પ્રકૃતિઓના ઉદય-ઉદીરણા સાથે હોય. સંજ્વલન લોભ :- ૧૦માં ગુણઠાણાની ચરમાવલિકામાં સંજવલન લોભનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર સંજવલન લોભના ઉદય-ઉદીરણા સાથે હોય. (5) સમ્યકત્વમોહનીય :- ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીમાં દર્શન ૩ની ક્ષપણા કરનારને સમ્યત્વમોહનીયની સ્થિતિની ચરમાવલિકામાં અને ૬ઢા-૭માં ગુણઠાણે દર્શન ૩ની ઉપશમના કરનારને સમ્યકત્વમોહનીયની પ્રથમ સ્થિતિની ચરમાવલિકામાં સમ્યકત્વમોહનીયનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર સમ્યત્વમોહનીયના ઉદય-ઉદીરણા સાથે હોય. (6) દેવાયુષ્ય, નરકાયુષ્ય-૨ - ૧લા ગુણઠાણાથી ૪થા ગુણઠાણા સુધીના દેવોને અને નારકોને સ્વભાવની ચરમાવલિકામાં ક્રમશઃ દેવાયુષ્યનો અને નરકાયુષ્યનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર આ પ્રકૃતિઓના ઉદય ઉદીરણા સાથે હોય. (7) તિર્યંચાયુષ્ય :- ૧લા ગુણઠાણાથી પમા ગુણોઠીણા સુધીના તિર્યંચોને સ્વભાવની ચરમાવલિકામાં તિર્યંચાયુષ્યનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર તિર્યંચાયુષ્યના ઉદય-ઉદીરણા સાથે હોય.