________________ 190 કર્મપ્રકૃતિ સત્તાધિકાર મૂળગાથા અને શબ્દાર્થ उव्वलमाणीण उव्वलणा, एगट्टिई दुसामइगा / दिट्ठिदुगे बत्तीसे, उदहिसए पालिए पच्छा // 40 // ઉલના યોગ્ય 23 પ્રકૃતિઓની ઉલના કરતા બે સમયના કાળવાળી 1 સ્થિતિ બાકી રહે છે ત્યારે તેમની જઘન્ય પ્રદેશસત્તા મળે છે. ૧૩ર સાગરોપમ સુધી સમ્યકત્વ પાળી મિથ્યાત્વે જઈ દર્શન 2 (સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય)ની ઉઠ્ઠલના કરતા 1 સ્થિતિ બાકી રહે ત્યારે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. (40) अंतिमलोभजसाणं, मोहं अणुवसमइत्तु खीणाणं / नेयं अहापवत्तकरणस्स, चरमम्मि समयम्मि // 41 // મોહનીયની ઉપશમના કર્યા સિવાયની ક્ષપિતકર્માશની બધી ક્રિયાઓ કરીને ક્ષીણ થયેલ સંજવલન લોભ અને યશની જઘન્ય પ્રદેશસત્તા યથાપ્રવૃત્તકરણ (૭મુ ગુણઠાણુ)ના ચરમ સમયે જાણવી. (41) वेउव्विक्कारसगं, खणबंधं गते उ नरयजिट्ठिइ / उव्वट्टित्तु अबंधिय, एगेंदिगए चिरुव्वलणे // 42 // વૈક્રિય 11 (દેવ 2, નરક 2, વૈક્રિય ૭)ની ઉદ્ધલના કરીને અંતર્મુહૂર્ત સુધી બાંધીને ઉત્કૃષ્ટ સ્થિતિવાળો નારક થાય. ત્યાંથી Aવી પંચેન્દ્રિયતિર્યંચમાં વૈક્રિય 11 બાંધ્યા વિના એકેન્દ્રિયમાં જઈ લાંબા કાળની ઉદ્ધલના કરતા 1 સ્થિતિ બાકી હોય ત્યારે વૈક્રિય ૧૧ની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. (42) मणुयदुगुच्चागोए, सुहुमखणबद्धगेसु सुहुमतसे / तित्थयराहारतणू, अप्पद्धा बंधिया सुचिरं // 43 // મનુષ્ય 2 અને ઉચ્ચગોત્રની ઉદ્દલના કરીને સૂક્ષ્મ એકેન્દ્રિયમાં