________________ યોગના અપૂર્વસ્પર્ધકો - કિઠ્ઠિઓ 163 જીવપ્રદેશો કરતા અસંખ્યગુણ જીવપ્રદેશોને ખેંચે છે. આમ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી પ્રતિસમય વીર્યના અવિભાગો અને જીવપ્રદેશોને ખેંચી ખેંચીને અપૂર્વસ્પર્ધકો કરે છે. શ્રેણિ જેટલા અપૂર્વસ્પર્ધકો કરે છે. (27) અપૂર્વસ્પર્ધક કરવાના અંતર્મુહૂર્ત પછીના સમયથી કિક્રિઓ કરવાનું શરૂ કરે છે. તે અંતર્મુહૂર્ત સુધી કરે છે. યોગના સ્પર્ધકોમાં જે એક એક અધિક અવિભાગવાળી વર્ગણાઓ છે તેને એવી રીતે અસંખ્યગુણહીન વિર્યાણુવાળી કરી નાંખવી કે જેથી તેમાં એકોત્તર વૃદ્ધિનો ક્રમ ન રહેતા ઉત્તરોત્તર અસંખ્યગુણ અવિભાગ રહે તેને કિટ્ટિ કહેવાય છે. જઘન્ય અપૂર્વસ્પર્ધકની જઘન્ય વર્ગણામાં રહેલા વિર્યાણુ કરતા ઉત્કૃષ્ટ કિટ્ટિના વિર્યાણુ અસંખ્યગુણહીન છે. પ્રથમ સમયે પૂર્વસ્પર્ધકો અને અપૂર્વસ્પર્ધકોમાંથી પ્રથમ વગેરે વર્ગણાઓના વીર્યઅવિભાગોમાંથી અસંખ્યબહુભાગપ્રમાણ વીર્યના અવિભાગોને ખેંચે છે અને એક અસંખ્યાતમો ભાગ રાખે છે, જીવપ્રદેશોનો એક અસંખ્યાતમો ભાગ ખેચે છે અને અસંખ્યબહુભાગો રાખે છે. એટલે કે કિટ્ટિકરણોદ્ધાના પ્રથમ સમયે સર્વ જીવપ્રદેશોમાંથી એક અસંખ્યાતમા ભાગ જેટલા પ્રથમ સમય કરતા અસંખ્યગુણ જીવપ્રદેશોને ખેંચે છે. આમ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી કિઠ્ઠિઓ કરે છે. પ્રથમસમયકૃત કિઠ્ઠિઓ કરતા બીજા સમયે કરેલ કિષ્ટિઓ