________________ બાદરયોગનિરોધ 16 1 (26) આમ સમુઘાત કર્યા વિના કે સમુદ્રઘાત કરીને અંતર્મુહૂર્ત પછી સયોગી કેવળી ભગવંતો લેશ્યાના નિરોધ માટે અને યોગના નિમિત્તે થતા કર્મબંધના નિરોધ માટે યોગનિરોધ કરે છે. પહેલા બાદર કાયયોગના આલંબનથી અંતર્મુહૂર્તમાં બાદર વચનયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને બાદર કાયયોગના આલંબનથી બાદર મનોયોગનો અંતર્મુહૂર્તમાં નિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને અંતર્મુહૂર્તમાં ઉચ્છવાસનો વિરોધ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત રહીને અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદર કાયયોગનો નિરોધ કરે છે, મતાંતરે બાદ કાયયોગના આલંબનથી બાદર કાયયોગનો નિરોધ કરે છે. બાદર કાયયોગનો વિરોધ કરતા યોગના પૂર્વસ્પર્ધકોની નીચે યોગના અપૂર્વસ્પર્ધકો કરે છે. તે ભવમાં પૂર્વે પર્યાપ્તાવસ્થામાં કાયા વગેરેના વ્યાપાર કરવા માટે જે યોગના સ્પર્ધકો કર્યા હોય તે પૂર્વસ્પર્ધકો કહેવાય છે. તે સ્થૂલ હોય છે. હવે જે સ્પર્ધકો કરે છે તે સૂક્ષ્મ સ્પર્ધકો છે. તે અનાદિ સંસારમાં પૂર્વે કર્યા નથી. તેથી તે અપૂર્વસ્પર્ધક કહેવાય છે. પૂર્વસ્પર્ધકોની નીચેની જે પ્રથમ વગેરે વર્ગણાઓ છે તેમના વીર્યઅવિભાગોના અસંખ્ય બહુભાગોને ખેંચે છે અને એક અસંખ્યાતમો ભાગ રાખે છે. જીવપ્રદેશોનો એક અસંખ્યાતમો ભાગ ખેંચે છે અને અસંખ્ય બહુભાગો રાખી મૂકે છે. એટલે કે જીવપ્રદેશોમાંથી એક અસંખ્યાતમાં ભાગ જેટલા આત્મપ્રદેશો લઈ તેમાંથી અસંખ્ય બહુભાગ વર્યાણુઓનો નાશ કરી અપૂર્વસ્પર્ધકો બનાવે છે. આમ બાદર કાયયોગ નિરોધના પ્રથમ સમયે થાય છે. બીજા સમયે પ્રથમ સમયે ખેંચેલા વીર્યના અવિભાગ કરતા સંખ્યામા ભાગના વીર્યના અવિભાગ ખેંચે છે અને પ્રથમ સમયે ખેંચેલા