________________ સંજ્વલન માયાનો ક્ષય 155 (21) ત્યાર પછી સંજવલન લોભની બીજીસ્થિતિમાંથી સંજવલન લોભની પ્રથમ કિટ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન માયાની ત્રીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન લોભની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન માયાના સમયનૂન 2 આવલિકામાં બંધાયેલા દલિકો ગુણસંક્રમથી સંજવલન લોભમાં તેટલા જ કાળે સંક્રમાવીને તેમનો ક્ષય કરે છે. સંજવલન લોભની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન લોભની બીજી સ્થિતિમાંથી સંજવલન લોભની બીજી કિષ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન લોભની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલ 1 આવલિકાના દલિકો સંજવલન લોભની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન લોભની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિ ભોગવતી વખતે સંજવલન લોભની બીજી સ્થિતિમાં રહેલ સંજવલન લોભની ત્રીજી કિટ્ટિના દલિકોમાંથી સૂક્ષ્મકિઠ્ઠિઓ કરે છે. સંજવલન લોભની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન લોભનો બંધવિચ્છેદ, બાદર સંજવલન લોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ અને ૯મા ગુણઠાણાનો વિચ્છેદ થાય છે. (22) ત્યાર પછી જીવ ૧૦મા ગુણઠાણે જાય છે. ત્યારે સંજવલન લોભની બીજીસ્થિતિમાંથી સૂક્ષ્મકિષ્ક્રિઓના દલિકો ખેંચી તેમની પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન લોભના સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલા દલિતો અને સૂક્ષ્મકિષ્ટિના દલિકો ૧૦મા ગુણઠાણે સ્થિતિઘાતાદિ વડે ખપાવે