________________ કિટ્ટિવેદનાદ્ધા 151 (17) સંજવલનલોભોદયે ક્ષપકશ્રેણિ માંડનાર ઉઠ્ઠલનાસંક્રમથી સંજવલન ક્રોધ, સંજવલન માન અને સંજવલન માયાનો ક્ષય કરે છે. પછી તે સંજવલન લોભની 3 કિઠ્ઠિઓ કરે છે. (18) કિટ્ટિકરણાદ્ધા પૂર્ણ થયા પછી જીવ કિટ્ટિવેદનાદ્ધામાં પ્રવેશ કરે છે. સંજવલનક્રોધોદયે ક્ષપકશ્રેણિ માંડનાર જીવ સંજવલન ક્રોધની બીજીસ્થિતિમાં રહેલી સંજવલન ક્રોધની પ્રથમકિટ્ટિના દલિકોને ખેંચીને તેની પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. તેની આવલિકા શેષ રહે ત્યારે સંજવલન ક્રોધની બીજી સ્થિતિમાંથી સંજ્વલન ક્રોધની બીજી કિષ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલન ક્રોધની પ્રથમ કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલન ક્રોધની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિમાં તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલન ક્રોધની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની એક આવલિકા શેષ રહે ત્યારે સંજવલન ક્રોધની બીજીસ્થિતિમાંથી સંજવલન ક્રોધની ત્રીજી કિટ્ટિના દલિકો ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે અને ભોગવે છે. સંજવલનક્રોધની બીજી કિટ્ટિની પ્રથમસ્થિતિની શેષ રહેલી 1 આવલિકાના દલિકો સંજવલનક્રોધની ત્રીજી કિટ્ટિની પ્રથમસ્થિતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવે છે. સંજવલનક્રોધની આ ત્રણે કિષ્ટિઓના ઉદયકાળમાં તેમના બીજસ્થિતિના દલિકો ગુણસંક્રમથી સંજવલન માનમાં સંક્રમાવે છે. સંજવલન ક્રોધની ત્રીજી કિષ્ટિની પ્રથમસ્થિતિની 1 આવલિકા શેષ રહે ત્યારે સંજવલન ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે.