________________ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ બંધ-ઉદય-સત્તાનો ક્ષય કરવા માટે જીવ ક્ષપકશ્રેણિ માંડે છે. તે આ પ્રમાણે - (1) 8 વર્ષની ઉપરની વયના, ૧લા સંઘયણવાળા, ૪થા-પમા ૬ઢા-૭માં ગુણઠાણાવાળા મનુષ્યો ક્ષપકશ્રેણિ માંડે છે. ક્ષપકશ્રેણિ માંડનાર ૪થા-પમા-૬ઢા ગુણઠાણાવાળો હોય તો ધર્મધ્યાનવાળો હોય અને ૭મા ગુણઠાણાવાળો હોય તો શુક્લધ્યાનવાળો હોય. (2) તે સર્વપ્રથમ અનંતાનુબંધી ની વિસંયોજના કરે છે. અનંતાનુબંધી ૪ની વિસંયોજનાનું સ્વરૂપ પૂર્વે ઉપશમનાકરણમાં જણાવ્યું છે. (3) પછી તે દર્શન ૩ની ક્ષપણા કરે છે. દર્શન ૩ની ક્ષપણાનું સ્વરૂપ પૂર્વે ઉપશમનાકરણમાં જણાવ્યું છે. (4) જો આયુષ્ય બાંધ્યા પૂર્વે દર્શન ૭નો ક્ષય કરે તો દર્શન ૭નો ક્ષય કર્યા પછી ચારિત્રમોહનીયનો ક્ષય કરવા માટે ત્રણ કરણ કરે છે. ૭મા ગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે છે, તેમા ગુણઠાણે અપૂર્વકરણ કરે છે, ૯મા ગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે. (પ) કરણોની પૂર્વભૂમિકા, યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ પૂર્વે ઉપશમનાકરણમાં કહ્યા તે મુજબ જાણવા. (6) અપૂર્વકરણમાં સ્થિતિઘાત વગેરે વડે અપ્રત્યાખ્યાનાવરણીય 4 -પ્રત્યાખ્યાનાવરણીય 4 = 8 પ્રકૃતિઓ તેવી રીતે ખપાવે કે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે તેની સ્થિતિસત્તા પલ્યોપમ જેટલી રહે. અસંખ્ય