________________ આ શ્રેણિના પુસ્તકો દ્વારા પદાર્થોને બરાબર સમજી પહેલા તેમને ચિત્તસ્થ કરવા, પછી તેમને ગોખીને તેમને કંઠસ્થ કરવા, પછી તેમના પર ચિંતન-મનન કરી તેમને હૃદયસ્થ કરવા, પછી તેમનું વારંવાર પુનરાવર્તન કરીને તેમને આત્મસ્થ કરવા અને પછી જીવનમાં એમનો ઉપયોગ કરી એમને જીવનસ્થ બનાવવા. આશા છે પદાર્થપ્રકાશશ્રેણિની આ પરબ જ્ઞાનપિપાસુઓની જ્ઞાનપિપાસાને સંતોષવા અવશ્ય સમર્થ બનશે. શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ, અમદાવાદ | વિ.સં. 2068, ચૈત્ર વદ 13 પ.પૂ. મગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનો ૧૯મો સ્વર્ગારોહણ દિન ગુરુકૃપાપ્રાપ્ત પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ગણિવર્યનો ચરણકજમધુકર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ