________________ પદાર્થપ્રકાશના ભાગ 10, ભાગ 11 અને ભાગ 12 માં કર્યું છે. તે આ પ્રમાણે - પદાર્થપ્રકાશ ભાગ 10 - બંધનકરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા શબ્દાર્થ પદાર્થપ્રકાશ ભાગ 11 - સંક્રમકરણ, ઉદ્વર્તનાકરણ અને અપવર્તના કરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ. પદાર્થપ્રકાશ ભાગ-૧૨ - ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ. પદાર્થપ્રકાશના આ ૧૩મા ભાગમાં ઉદયાધિકાર અને સત્તાધિકારના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થોનું સંકલન કર્યું છે. તે આ પ્રમાણે - પહેલા ઉદયાધિકારના પદાર્થોનો સંગ્રહ કર્યો છે. ઉદયાધિકાર લગભગ ઉદીરણાકરણની સમાન છે. ઉદીરણા કરતા ઉદયમાં જે જે વિશેષતાઓ છે તે ઉદયાધિકારમાં બતાવી છે. ઉદયાધિકારના ચાર વિભાગો છે - પ્રકૃતિઉદય, સ્થિતિઉદય, રસઉદય અને પ્રદેશઉદય. પ્રકૃતિઉદયમાં 41 પ્રકૃતિઓના ઉદય-ઉદીરણાનો ભેદ તથા મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓના પ્રકૃતિઉદયની સાદ્યાદિપ્રરૂપણાનું નિરૂપણ કરાયું છે. સ્થિતિઉદયમાં સ્થિતિઉદયના બે પ્રકાર, ઉત્કૃષ્ટ સ્થિતિઉદય અને જઘન્ય સ્થિતિઉદયનું પ્રતિપાદન કરાયું છે. રસઉદયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ રસઉદયના સ્વામિત્વનું દિગ્દર્શન કરાયું છે. પ્રદેશઉદયમાં સાદ્યાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ - આ બે ધારોથી પ્રદેશઉદયનું સ્વરૂપ વર્ણવાયું છે. ત્યાર પછી સત્તાધિકારના પદાર્થોનો સંગ્રહ કરાયો છે. સત્તાધિકારના ચાર વિભાગો છે - પ્રકૃતિસત્તા, સ્થિતિસત્તા, રસસત્તા અને પ્રદેશસત્તા.