________________ મૂળપ્રકૃતિના બંધસ્થાનક સપ્તતિકા છઠો કર્મગ્રંથ (પદાર્થસંગ્રહ) છણ્ય કર્મગ્રંથના રચયિતા મહર્ષિ શ્રીયદ્રર્ષિ મહત્તર છે. છણ્ય કર્મગ્રંથની ઉપર શ્રીમલયગિરિ મહારાજની ટીકા છે. આ બે અને બીજા ગ્રંથોના આધારે આ પદાર્થ નિરૂપણ કરીએ છીએ. દષ્ટિવાદ એ બારમું અંગ છે. તેના પાંચ પ્રસ્થાન (વિભાગ) છે (1) પરિકર્મ (2) સૂત્ર (3) પ્રથમાનુયોગ (4) પૂર્વગત (5) ચૂલિકા. ચોથા પ્રસ્થાન-પૂર્વગતમાં 14 પૂર્વો આવેલા છે. તેમાં બીજા અગ્રાયણીય પૂર્વમાં 14 વસ્તુઓ છે. તેમાં પમી વસ્તુમાં 20 પ્રાભૂત છે. તેમાં 24 અનુયોગદ્વારવાળુ 4 થ કર્મપ્રકૃતિ પ્રાભૂત છે. તેમાંથી બંધ-ઉદય-સત્તાનો સંવેધ આ કર્મગ્રંથમાં કંઈક કહેવાશે. બંધસ્થાનક - ઉદયસ્થાનક - સત્તાસ્થાનકનો સંવેધ - બંધસ્થાનક - એક સાથે બંધાતી પ્રકૃતિઓનો સમૂહ છે. ઉદયસ્થાનક - એક સાથે ઉદયમાં આવતી પ્રવૃતિઓનો સમૂહ છે. સત્તાસ્થાનક - એક સાથે સત્તામાં રહેતી પ્રકૃતિઓનો સમૂહ છે. કેટલી પ્રકૃતિ બંધાતી હોય ત્યારે કેટલી પ્રકૃતિનો ઉદય હોય અને કેટલી પ્રકૃતિની સત્તા હોય તેનું નિરૂપણ કરવું તે બંધo-ઉદય-સત્તાનો સંવેધ છે. મૂળપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિમાં સંવેદના ભાંગા જાણવા. મૂળપ્રકૃતિના બંધસ્થાનક - 4 બંધ- | પ્રકૃતિ | કાળ સ્થાનક સ્થાનક (1) 8| સર્વ | જ0 અંતર્મુહૂર્ત, 1,2,4,5,6,7] 1 થી 14 ઉo અંતર્મુહૂર્ત (આયુ બંધ) (2) 7 આયુo | જ૦ અંતર્મુહૂર્ત, 1 થી 9 | 1 થી 14 વિના ઉo (33 સાગરો-૬ માસ) + (પૂર્વક્રોડ/૩ - અંતર્મુહૂર્ત) || અહીં '8' એટલે '8 પ્રકૃતિનું” એમ સમજવું. એમ આગળ પણ બધે બંધo, ઉદય, સત્તામાં સમજવું. ણઠાણા જીવ