________________ 'ત્રિલોક તીર્થ-વંદના. અ. હેમચન્દ્રસૂરિ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ-નિક્ષેપે અરિહંત પરમાત્માની આરાધના પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ ઐરાવતક્ષેત્રમાં ત્રણે ચોવીશીના 720 તીર્થકર ભગવંતો, પાંચ મહાવિદેહમાં ઉત્કૃષ્ટ કાળે થયેલા 160 તીર્થકર ભગવંતો, વર્તમાન વિહરમાન શ્રી સીમંધરસ્વામી આદિ વીશ તીર્થકર ભગવંતો, ચાર શાસ્વત જિન, ચોવીશ ભગવાનના પાંચે કલ્યાણક- આમ સહસ્ત્રકુટ 1024 જિનની આરાધના સચિત્ર.... ઊર્ધ્વલોક-અધોલોક વ્યંતર તથા જ્યોતિષયક્તા શાશ્વત ચૈત્યો... નંદીશ્વર દ્વીપ-રૂયક દ્વીપ - કુંડલ દ્વીપ - માનુષોત્તર પર્વત પરના ચૈત્યો, મહાવિદેહક્ષેત્રના તથા જંબુદ્વીપમાં કુયે - વૈતાઢ્ય પર્વતો - દ્રહો-નદીના કુંડો-મેરૂપર્વતના ચૈત્યો, આ જ રીતે ધાતકીખંડ - પુષ્કરવરાર્ધ દ્વીપના શાશ્વત ચૈત્યો - ચિત્રો - નકશાઓ સાથે.... G+ શંત્રુજય, ગીરનાર, અષ્ટપદ, આબુ, સમેતશિખર તીર્થો, અન્ય 108 તીર્થોના મૂળનાયક તથા ચૈત્યો સાથે કેટલાક આધુનિક તીર્થો... 108 પાર્શ્વનાથ પ્રભુ... અતીતમાં થયેલા તીર્થકર ભગવંતો, અનાગતમાં થનારા તીર્થકર ભગવંતો, વર્તમાનમાં તીર્થકર નામકર્મ નિકાચિત કરતા દેવો - મનુષ્યો - નારકો.. વર્તમાનમાં પાંચ મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વીશ જિનેશ્વરો, 84 ગણધરો - 10 લાખ કેવળજ્ઞાની, 100 કરોડ સાધુ-સાધ્વીઓ, અબજો શ્રાવક-શ્રાવિકાઓ અને અસંખ્ય ઈન્દ્રદિ દેવોથી પરિવરિત શ્રી સીમંઘરપ્રભુ... આ બધાને જુહારવાનો, દર્શન-વંદન કરવાનો માહિતીસભર અદ્ભુત ગ્રંથ એટલે ‘ત્રિલોક તીર્થ વંદના'. આ ગ્રંથ જીવનને પ્રભુભક્તિથી ભરી દેશે.