________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ બાલારામ : વલ્લભીપુર જે પ્રદેશમાં વસ્યું તેને વહ્વક્ષેત્ર કહ્યું છે. વલભીનાં તામ્રપત્રોમાં પણ તેને બદ્રુક્ષેત્ર તરીકે સંબોધ્યું છે અને તેની આજુબાજુનો પ્રદેશ વાળાંક કહેવાય છે. વાળાએ સિંધમાંથી આવ્યા હોવાનું અનુમાન કર્નલ ટેડે કર્યું છે. તેઓ બકરામ નામથી ઓળખાયા. કર્નલ ટોડે ઘણું અનુમાન કર્યા છે. તે પૈકીનું આ પણ એક અનુમાન છે. વલભી રાજાઓ મૈત્રકે હતા. તેઓ બલ્હારા કે બલ્લા કહેવાયા હેવાનું માની શકાતું નથી. તેઓ સૂર્ય પૂજક હતા અને તેઓ પૈકી મહારાજા ધ્રુવસેન 2 જે બાલાદિત્ય નામ ધારણ કરી ગાદી ઉપર બેઠે હતે. એટલે કદાચ “બાલા” શબ્દ મિત્રોને પ્રિય શબ્દ થઈ પડ હાય. તેથી તેમના વંશજોએ “બાલા” સંશા ધારણ કરી હોય. - કર્નલ વેટસનનું કથન વિશેષ ગ્ય છે. તેના મત પ્રમાણે વલ્લભીના પતન પછી મુસલમાનેને અમુક સમયે હાંકી કાઢી, પિતાને પ્રદેશ પુનઃ પ્રાપ્ત કર્યો અને મારવાડમાં આશ્રય લઈ રહેલા એભલે આવી ચમારડી જીત્યું અને વલ્લભી પાછું વસાવ્યું. તે મારવાડથી “વળ્યા” માટે “વાળા” કહેવાયા. - એક ઇતિહાસકાર આ વાળા લેકે વલ્લભીના વિનાશ પછી બે સિકા પછી આવ્યા તેમ કહે છે, પણ તે વાત માની શકાય તેમ નથી. ત્રીજી વાત એવી પ્રચલિત છે કે શીલાદિત્યને એક પુત્ર હતું, જેને શીલાદિત્યે વંથલી જાગીરમાં આપ્યું હતું. અનેક તામ્રપત્રે પ્રાપ્ત થયાં છે. પણ તે 1. કર્નલ ટોડે બલા (બાલા)ને, સિંધમાં તેઓ “ઠ્ઠા મુતાનના રાવ ચારણના સંબોધનમાં કહેવાય છે માટે કહ્યા છે. તેમને આદ્યપુરુષ બલ્લાવાળા હોવાનું કહે છે. તેણે ઢાંક જીતી લીધું તથા તે પછી તેની આસપાસના પ્રદેશ છતી વલ્લભીપુર વસાવ્યું અને બેલ્લારામની ઉપાધિ ગ્રહણ કરી. આ માન્યતાને પંડિત ગૌ. હી.ઓઝાએ વિરોધ કર્યો છે. કાઠીઓ વાળા છે. તેને તથા વાળા રજપૂતને કોઈ સંબંધ નથી. કાઠીઓ તો તેમના પછી ઘણે વર્ષે આવ્યા. બલ્લારામની ઉપાધિ કર્નલ ટોડની કલ્પના જ છે. આપણે પણ જોયું તેમ વલ્લભીના રાજાઓ મૈત્રકે હતા. અને સિંધ સાથે તેને કાંઈ ખાસ સંબંધ ન હતે. સ્થળે એમ લખે છે કે વલ્લભીના રાજાઓ બલાહક કહેવાતા. આરઓ તેમને બહાર કહેતા. પંડિત ગૌ. હી. ઓઝા તેના માટે પણ કહે છે કે આરબ દક્ષિણના રાઠોડને બલ્હારા કહેતા; પણ પરછમ દિશા પ્રસિદ્ધ, દેશ સોરઠ ધર દીપત નગર બાલિકા નામ, જંગ કરી આસુર જીવત. રાજવિલાસ”માં બાલિકા નામે શબ્દ વપરાય છે. 2. ભારત રાજ્ય મંડલ (શ્રી અમૃતલાલ ગ. શાહ).