________________ વલ્લભી સામ્રાજ્ય માનતાના કારણે વંધ્યત્વ દોષમાંથી બચી હતી. તે પ્રસૂતિ માટે પિતાડે રહી અંબા ભવાનીની પૂજા કરતી. પૂજા સમાપ્ત થતાં તે વલ્લભીપુર પાછી ફરતી હતી. ત્યાં માર્ગમાં વલ્લભીના પતનના તથા અન્ય રાણીઓએ રાજા સાથે સતી થઈ સહગમન કર્યાના સમાચાર સાંભળી સતી થવા તૈયાર થઈ. પણ બ્રાહ્મણોએ તેમ કરતાં તેને અટકાવી અને પુત્ર જન્મ થયા પછી એક બ્રાહ્મણ સ્ત્રીને પુત્ર સંપી તે સતી થઈ ગઈ. મેવાડમાં જનશ્રુતિ પ્રસિદ્ધ છે કે “સસોદિયા પ્રારંભમાં ગહિત (ગુહિલેત) કહેવાતા; તેના પૂર્વજો સૂર્યની ઉપાસના કરતા. સૂર્યની આજ્ઞાથી તે વંશના એક રાજાએ અંબા ભવાનીની માનતા માની. માનતા ઉતારી પાછી વળતાં રાજાને યુદ્ધમાં ઘાત થયો. તેથી રાણી સતી થવા તૈયાર થઈ. પણ બ્રાહ્મણોએ અટકાવતાં પુત્રજન્મ પછી તે પુત્રને કેટેશ્વરમાં, વિજયાદિત્ય નામને બ્રાહ્મણ પુત્ર માટે આરાધના કરતો હતો તેને વસ્ત્રમાં લપેટીને આપ્યો. તે જોઈ બ્રાહ્મણે પૂછ્યું કે હું બ્રાહ્મણ ક્ષત્રિય પુત્રને લઈને શું કરું? રાણીએ સતી થતાં વચન આપ્યું કે “દશ પેઢી સુધી તે બ્રાહ્મણુકમ કરશે.” તેના વંશજો દશ પેઢી સુધી બ્રાહ્મણ રહ્યા. તેઓ નાગર (નાગદા) કહેવાયા. વિજ્યાદિત્યને સૂર્યવંશી પુત્ર ગુહલત, સોમદત્ત કહેવાયો વગેરે. આ ગુહા વા ગુહિલેત વા ગુહિલ દક્ષિણના રાજાને પુત્ર હતો કે વલ્લભીના રાજાને પુત્ર હતો એ પ્રશ્ન છે. તેનો કાળ મેવાડના ઇતિહાસકારો સિક્કાઓ, તામ્રપત્રો, શિલાલેખો તેમજ અન્ય પુસ્તકોના આધારે ઈ. સ. પ૬૮ આસપાસ બતાવે છે. એ હિસાબે ગુહાએ રાજ્ય પ્રાપ્ત કર્યું તેના પહેલાં તેને પરિશ્રમ કરવો પડયો હશે અને પચ્ચીસ વર્ષની વયે તેણે રાજ્યસત્તા હસ્તગત કરી હોય તે પણ તેને જન્મ ઈ. સ. 540 લગભગ થયો હોય; જ્યારે ગુહસેન ઇ. સ. પ૬૯માં હયાત હતા તેમ જણાય છે.' આ પ્રશ્ન વિવાદાસ્પદ છે અને કર્નલ ટોડની આ કલ્પનાને છે. ગૌ. હી. ઓઝા ઘણું પ્રમાણે આપી ભ્રમજનક ગણાવે છે. પણ તેમ કરવામાં માત્ર ઉદયપુર રાજ્યવંશને ઇતિહાસ શુદ્ધ છે અને કુલોત્પત્તિ અન્ય સ્થળેથી થઈ છે તે સાબિત કરવાનો ઉદ્દેશ છે. જનસૃતિ, પિતાથી પુત્રને કર્ણોપકર્ણ મળેલ ચારણે, ભાટોનું કથન તથા જૈન ગ્રંથને" તેણે આધાર રાખવા ગ્ય 1. આ પુસ્તકના વિષયને આ વાત સાથે ખાસ સંબંધ ન હોઈ તેને સંક્ષિપ્તમાં ઉલ્લેખ કર્યો છે. 2. ઉદયપુર કા ઇતિહાસ, ગૌ. હી. ઓઝા. 3, ઉદયપુર કા ઇતિહાસ. શ્રી. ગૌ, હી. આઝા. 4, તામ્રપત્ર. - પ. “શત્રુંજય માહાસ્ય ધવશ્વરસૂરિએ રચ્યું તેના ઉપર કર્નલ ટેડ આધાર રાખે છે. ધનેશ્વરસૂરિ શીલાદિત્યના ગુરુ હતા અને શીલાદિત્ય ઇ. સ. 42 માં વિદ્યમાન હતા. શ્રી. ઓઝા બતાવે છે કે આ પુસ્તકે તેરમી સદીમાં લખાયું છે. કારણ તેમાં કુમારપાળ રાજાના સમયનું પણ વૃત્તાંત છે. આ ચર્ચા આ પ્રકરણના અંતિમ ભાગમાં કરવામાં આવી છે. ' . . !