________________ આમુખ આ બહ૬ ગ્રન્થને આવકારતાં મને આનંદ થાય છે. સૌરાષ્ટ્રને ઈતિહાગ્ર આદિથી તે આજ દિવસ સુધી એક જ પુસ્તકમાં કયાંય મળતો નથી, તેની ખોટ આ પુસ્તકથી, અમુક અંશે પુરાશે. આ ગ્રન્થ અનેક દૃષ્ટિએ આવકારદાયક છે. એક જ ગ્રન્થમાં સૌરાષ્ટ્રને આમૂલ ઇતિહાસ અહીં જ મળે છે. સૌરાષ્ટ્રના ઇતિહાસની વિશિષ્ટતા એ છે કે, એને સ્થાનિક ઈતિહાસ વિવિધ તાભર્યો છે. રાજકીય મહત્ત્વનાં કેન્દ્રો અહીં બદલ્યાં કર્યાં છે. એક વખત દ્વારકા તે એક વખત પ્રભાસ; એક વખત વલભીપુર, તે એક વખત જૂનાગઢ, એક વખત ઘુમલી, તે એક વખત પોરબંદર એક વખત જામનગર, તે એક વખત ભાવનગર, હળવદ, મોરબી, ગાંડળ વગેરે. આ બધાના સ્થાનિક ઈતિહાસ છે; અને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં એ બધાંને સ્થાન છે. વળી, પ્રાચીન ગ્રન્થ, શિલાલેખ વગેરેથી મેળવેલે ઈતિહાસ તે છે; પણ આ પ્રદેશના ઇતિહાસની બહુઘણી કડીઓ હજી કંઠસ્થ સાહિત્યમાં પડી છે. શંભુભાઈએ આ બધાં સાહિત્યને ઉપયોગ કર્યો છે. એમણે શિલાલેખાને અને સિક્કાઓ વગેરેને આધાર તો લીધો જ છે; જૂનાનવા ગ્રન્થના આધાર પણ લીધા છે; તેમાં ફારસી ગ્રન્થનો આધાર ધ્યાન ખેંચે તેવો છે અને જે સ્થાનિક ઇતિહાસ હજી ચારણોના ચોપડે અને લોકની જીભે છે, તેને પણ એમણે ખૂબ ઉપયોગ કર્યો છે. આ બધાને લીધે “સૌરાષ્ટ્રને ઈતિહાસ” પદ્ધતિસરને લખવા માટે, અહીં કાચો માલ, ધણું વિપુલ પ્રમાણમાં સંઘરાયો છે; અને આ ગ્રન્થનું આ મોટું મહત્ત્વ છે. ' આમાં વલભીપુર, ઘુમલી, જૂનાગઢ, ભાવનગર, જામનગર વગેરે બધાં સ્થળોની નાનીમોટી અનેક વીગતો સંઘરાઈ છે. મારા ધારવામાં, આ ગ્રન્થની આ મેટી સિદ્ધિ છે કે એમાં સ્થાનિક ઇતિહાસ આટલા મોટા પ્રમાણમાં અને આટલી બધી વીગતમાં આપવામાં આવ્યો છે. ઇતિહાસ એટલે માત્ર હારજીતને ઇતિહાસ એમ લેખકે ગણ્યું નથી. એટલે તે આ ગ્રંથમાં તે તે કાળના વહીવટી તંત્ર, ચલણ, કળા, શિલ્પ, સાહિત્ય, ધર્મ, સમાજ વગેરેની પણ માહિતી બને ત્યાં આપી છે. આ બધાંને લીધે આ ગ્રન્થમાં ઇતિહાસની સામગ્રી ભારોભાર ભરી છે. આ એની સમૃદ્ધિ છે. આ ગ્રન્થમાં કેટલીક ક્ષતિઓ દેખાશે, પણ ઉપર કહેલા ગુણને લીધે આ ગ્રન્થ ખરેખર આવકારને પાત્ર છે. સંવત 2013 એ મહાશિવરાત્રી. તા. 27-2-57 શકેટ.. ડોલરરાય ર. માંકડ