________________ ગુપ્ત સામ્રાજ્ય આહાર : આ સમયમાં સમગ્ર પ્રજા માંસાહારી હતી. માધવિકા નામની મદિરા પીવામાં આવતી. . ભાષા અને લિપિ : શકેની મૂળ ભાષા પ્રાકૃત સ્વરૂપ ધારણ કરેલી સંસ્કૃત હતી. તે છંદ અવસ્થાની ભાષાને મળતી અથવા તે હોવા સંભવ છે. તેઓએ આ પ્રદેશમાં આવ્યા પછી ધર્મ પરિવર્તન સાથે સંસ્કૃત ભાષા અપનાવી હતી. શક વિદ્વાને સંસ્કૃતને અભ્યાસ કરી સાહિત્યકારો અને કવિઓ થયા હતા. પ્રશસ્તિઓ અને શિલાલેખોની ભાષા શકના સમયથી સંસ્કૃત થઈ ગઈ પણ તે પહેલાં બ્રાહ્મી લિપિમાં પ્રાકૃત લખાતી; પછી તે જ લિપિમાં સંસ્કૃત લખવામાં આવી અને છેવટે નાગરી લિપિમાં સંસ્કૃત થઈ ગઈ. સ્થાપત્ય-શિલ્પ : આ સમયમાં કઈ મહાન મંદિર કે મકાન બંધાયાં હોવાનું પ્રમાણ નથી. પરંતુ સુદર્શનનું બાંધકામ મૌર્ય સમયની સ્થાપત્ય કળા માટે કંઈક કહી જાય છે. તેના સમારકામ માટે શકે એ વાપરેલાં બુદ્ધિ અને કૌશલ્ય માટે તેઓ આવા કામમાં કુશળ હતા તેમ જણાય છે. ગુણો પણ તેવા સ્થાપત્યનાં કામો કરી શકતા તેમ જણાય છે. વળી ખડકના (પથ્થર) ઉપર લેખે કેતરવાના તેમના પ્રયાસની નેંધ લેવી ઘટે છે. આ સમયમાં બૌદ્ધ લોકેએ, ઢાંક, તળાજા, જૂનાગઢ અને શાણની ગુફાઓ કેતરી કાઢી. જેનેએ શંત્રુજય ઉપર મંદિર બાંધવા પ્રયત્ન કર્યો તેમજ ગિરનાર ઉપર પણ તે જ પ્રમાણે મંદિરે સ્થાપ્યાં. પરંતુ મંદિરમાં જે ગુપ્ત વંશના કાળમાં બંધાયાં તેના પહેલાંનાં મંદિરે કે અવશેષ જોવામાં આવતાં નથી. 3-4 1. રુદ્રદામન પહેલે સંસ્કૃતનો વિદ્વાન હતા. (ગિરનારનો શિલાલેખ). 2, પ્રાચી પાસેનું ભીમદેવળ ગુપ્ત સમય પહેલાંનું સૂર્યમંદિર છે. 3. આ મંદિરો નીચે પ્રમાણે છે : 1. ગોપ -જામનગર કાટકેલા રેલવે ઉપર ગેપ સ્ટેશન પાસે. 2. વીસાવાડા -પોરબંદર પાસે. 3, બીલેશ્વર –બરડ-પોરબંદર પાસે. 4. સુત્રાપાડા -પ્રભાસ પાટણ પાસે. 5. કદવારઃ- પ્રભાસ પાટણ પાસે. 6. દ્વારકા 7. ઘુમલી-શંકાસ્પદ-ચાલુક્ય અને પૂર્વ ચાલુકય સમયની વચ્ચેનું. 4. પ્રશસ્તિઓ-શિલાલેખો-સિક્કાઓ આ ઉપરાંત ગણનાપાત્ર છે.