________________ મુગલ સામ્રાજ્ય 377 સરતાનજી પણ વૃદ્ધ થયા હતા. એટલે સૌરાષ્ટ્રમાં મેરના મૃત્યુ પછી યુદ્ધની ગડગડતી નેબતેને વિશ્રાંતિ મળી અને અઢારમી સદીના અંતમાં મેરુના મૃત્યુની સાથે નવયુગની પ્રગટતી ઉષાનાં સ્પષ્ટ ચિહ્નો દષ્ટિગોચર થવા લાગ્યાં. ' કચછની મોરબી ઉપર ચડાઇ : ઈસ. 1801 : કચ્છના સરદાર ભાણજી રામજી મહેતાએ મોરબીના વવાણિયા બંદરને ઘેરે ઘા; પણ મેરબઠાકોર જીયાજીએ કચ્છના સૈન્યને હરાવતાં તે પાછું ચાલ્યું ગયું માળિયા-મોરબી-એકમ: મોરબીઠાકરના માળિયાનું નિકંદન કાઢવાની મનેરથ પૂર્ણ થયા નહીં. તેથી તેણે માળિયાઠાકર ડોસાને તેના મિત્ર બનાવ્યા અને તેમનાં સૈન્ય સાથે વાગડમાં જઈ કચ્છને પ્રદેશ લૂંટવા માંડશે. કચ્છ તરફથી તેને સામને થયે નહીં તેથી તેઓ પાછા આવ્યા, પણ માર્ગમાં નગરવાસ મુકામે જીયેજીએ ડોસાના સૈનિકોને જમવા બેલાવી, દગાથી હલે કરી, તેમને કાપી નાખી, સાજીને પકડી મોરબી લઈ ગયા દીવાન રૂગનાથજી જામનગરમાં: મેરૂનું મૃત્યુ થતાં જામ જસાજીએ રૂગનાથજીને બોલાવી દીવાનપદે નિયુક્ત કર્યા, પણ ઈ. સ. ૧૮૦૧માં નવાબસાહેબે જામસાહેબને તેને છૂટા કરી જૂનાગઢ મેકલવા વિનંતી કરતાં, ત્યાંથી છૂટા થઈ જૂનાગઢમાં તેઓ દીવાનપદે નિયુક્ત થયા. કલ્યાણ શેઠને બળવો : ઈ. સ. 1801 : રૂગનાથજીને અતિમાનપૂર્વક દીવાનપદે નવાબે રાખ્યા છે; તે ખબર જ્યારે કલ્યાણ શેઠને મળ્યા, ત્યારે તેણે સમય ખોયા સિવાય બળ કર્યો, કુતિયાણા પરગણું લૂંટયું, મુખ્તારખાન બાબી તેની સાથે ભળી ગયા; પણ રણછોડજી પિરબંદરની સેવામાં હતા. તેને નવાબે કહેણ એકલતાં, તેણે રાણાની રજા લઈ કોટડા છાવણી નાખી, કલ્યાણ શેઠની સામે સેન્યની જમાવટ કરી. મુખ્તારખાન તે તરત જ શરણે આવ્યા, પણ કલ્યાણ શેઠે કુતિયાણાને કબજે કરી કિલ્લાના દરવાજા બંધ કર્યા તથા રણછોડજીને યુદ્ધનું એલાન મોકલ્યું. કુતિયાણાનો સંગ્રામ દિનપ્રતિદિન ભીષણ થતે ગયે. દીવાન રણછોડજીએ કલ્યાણ શેઠે જે કાળી કેઠીમાં આશ્રય લીધે હતું તેને અહોરાત મજબુત ઘેરો ઘાલ્યા. દીવાન રૂગનાથજીએ જૂનાગઢની ફેજ લઈ ભાદરકાંઠે પડાવ નાખે; પણ રણછોડજીનો વિજય નિશ્ચિત છે તે જાણું પાછા ગયા. કલ્યાણ શેઠ શરણે થયા. તેને કંડોરણામાં કેદ કરવામાં આવ્યા. ત્યાંથી રણછોડજી, તેને પ્રભાસપાટણ લઈ જઈ નવાબને સેંપી ચોરવાડ અને ઉનાના કિલ્લા કલ્યાણ શેઠના પુત્ર લક્ષમીદાસ પાસેથી જીતી લઈ દીવાન રૂગનાથજી લીમડી પરગણામાં હતા, ત્યાં સામેલ થઈ ગયા. 1. સાજીને બાબાજીની સલાહથી ઈ. સ. ૧૮૦૬માં મેરબીએ મુક્ત કર્યો