________________ મુગલ સામ્રાજ્ય 373 કુટુંબની ગેરહાજરી તથા કલ્યાણ હીરજીના અવિચારી કારભારથી નબળા પડી ગયેલા જૂનાગઢ ઉપર હલ્લે કરી, જૂનાગઢનો કિલ્લે છે, અને પરાજિત નવાબે ત્રણગણું ખંડણી આપી તેને પાછો વાળે. જામનગર ઉપર જમાદાર અમીન : જમાદાર અમીન જામનગર આવે છે તેવા ખબર મેરુને મળતાં, તેણે દીવાન રણછોડજીને સામા મોકલ્યા. જમાદારને વાંકાનેર મુકામે દીવાનજી મળ્યા અને સમાધાન કરી પાછા આવ્યા. ભાણવડને ઘરે : પ્રજા મેરુના ત્રાસથી આવી રહી હતી. ફત્તેહમામદની ચડાઈ પછી તેમાં પડેલું અસંતોષનું સુષુપ્ત તત્ત્વ પ્રગટ થયું અને જાડેજા ભાયાતોએ તથા પ્રજાએ મળી ભાણવડ દબાવી દીધું. દીવાન રણછોડજીએ ભાણવડને ઘેરે ઘા; પણ ભાણવડ પડે તેમ હતું નહીં. દીવાનજીના જમણા હાથમાં ગોળી વાગી અને કેશવજી કામદાર હિમ્મત હારી જતાં ઘેરે ઉઠાવી પાછા આવ્યા. આ ખબર ફતેહમામદને મળતાં, તેણે જામનગર ઉપર ફરી ચડાઈ કરી. ફતેહમામદની ચેથી ચડાઈઃ ઈ. 179: ફત્તેહમામદ હાલારમાં આવ્યું છે, તે જાણ મેરુએ દીવાન રૂગનાથજીને વહાણમાં એક મોટા સૈન્ય સાથે કચ્છ-માંડવી મોકલ્યા. ત્યાંને સવજી શાહ ફત્તેહમામદને વિરોધી હતો અને રાજ્ય સામે લડત હતા. તેની મદદે મેરુનું સૈન્ય આપ્યું છે તે જાણ્યા છતાં સવજી શાહે ગમે તે કારણે તે મદદ ન સ્વીકારતાં, રૂગનાથજી પાછા આવ્યા. ફતેહમામદને જામનગરને ઘેરે મજબૂત થતું જતું હતું અને મેરુને બચવાને માર્ગ મળે તેમ હતું નહિ. તેથી તેણે દીવાનજીને જામનગર ન આવતાં, ગાયકવાડની સહાય મેળવી, ઘેરે ઘાલનારને ઘેરવાની પ્રવૃત્તિ કરવા વિનંતી કરી. દીવાનજી ભાડલા મુકામે શિવરામ ભાઉને મળી, તેની ફેજ લઈને આવ્યા. તે દરમ્યાન ધુંવાવ ગામે મેરુએ ફતેહમામદને મટી કેમ આપી, સુલેહ કરી તેને પાછું વાળે. * દીવાન રૂગનાથજી અને ગાયકવાડી સિન્ય માર્ગમાં જ રહ્યાં. મેએ તેના ખર્ચ માટે કાંઈ પ્રબંધ કર્યો નહિ; તેથી રૂગનાથજીએ પડધરી પરગણાના પટેલ પાસેથી આ રકમ લઈ શિવરામ ભાઉને આપી. 1. વાકાનેર મુકામે દીવાન રણછોડજીને ગાયકવાડી સરદારે જમાદાર નિહાલખાન જમાદાર, બચ્ચા માધવરાય નાગર તથા રૂગનાથ મોદી માનપૂર્વક મળ્યા અને શિવરામ ભાઉ કામદાને ઠરાવેલી પેશકશી જામનગર પાસેથી લેવી તેમ નક્કી કર્યું. મેરુને આ રકમ વધારે લાગી. દીવાન રણછોડજીને તે કહેવાની તેનામાં હિમ્મત હતી નહિ. તેથી તેણે જામનગરના નાગરો ઉપર દંડ નાખી આ રકમ વસુલ લીધી.