SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ 56 સૌરાષ્ટ્રને ઈતિહાસ આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર વ્યાપી ગયે. યુદ્ધવીર અમરજીના આવી રીતે દગાથી કરેલા ખૂન માટે નવાબના નામ ઉપર ધિક્કારની વૃષ્ટિ થવા લાગી. વેરી પણ જેના ઘાવ વખાણે એવા મહાન પુરુષના આવા કરુણ અંતને લીધે સૌરાષ્ટ્ર શોકાતુર થયું, એટલું જ નહિ, પણ ગોહિલવાડમાં ખંડણી ઉઘરાવતા ગાયકવાડ મારારરાવે તથા માધવજી સિંદેએ આ ખબર સાંભળી દમદમ કૂચ કરી જૂનાગઢ આગળના ધંધૂસર પાસે છાવણી નાખી તથા નવાબને આ કૃત્ય માટે ખુલાસે દેવા તથા દીવાન જના કુટુંબને છોડી મૂકવા આજ્ઞા કરી. બીજી તરફથી આરબેનું કહેવું નવાબે માન્યું નહીં એટલે આરબોએ તેને રંગમહેલમાં કેદ કર્યો અને દીવાનજીના કુટુંબના રક્ષણના જામીન માગ્યા. નવાબની મૂંઝવણને પાર રહ્યો નહીં. ગાયકવાડનાં સૈન્ય પાસે જવાબ દેવા જાય તે કઈ પુરુષ તેની પાસે હતું નહીં; તેથી તેણે લાચારીથી એક માસના કારાવાસ પછી દીવાન કુટુંબને મુક્તિ આપી. દીવાન રૂગનાથજી : ગાયકવાડને તેનાથી સંતોષ થયો નહીં. તેની ઈચછા તે સૌરાષ્ટ્રનું આ મુસ્લિમ રાજ્ય સદાને માટે મિટાવી દેવાની હતી. પણ નવાબે દીવાનજીના વડીલ પુત્ર રૂગનાથજીને દીવાનગીરી આપી. અમરજીના ખૂન બદલ પશ્ચાત્તાપ કરી માફી માગી તથા માથાના બદલામાં તેને કેટલાંક ગામો આપ્યાં છે અને તેઓની સલામતી માટે જામીન આપ્યા. દીવાનજી પાસે સાઠ લાખ કેરીનું લેણું કાઢેલું તેનું ગાયકવાડ સમક્ષ સમાધાન કર્યું.* રણછોડજી નવાબને માફી આપવા માટે અરજ કરવા ગાયકવાડના તંબુમાં ગયા. ત્યાં તેણે તેને પિષાક આપી સાંત્વન આપ્યું તથા નવાબને માફી આપી." ગાયકવાડનું દીવાન-કુટુંબે બહુમાન કર્યું અને ખરે વખતે સહાય કરવા માટે ઉપકાર માન્યો. ગાયકવાડી સૈન્ય તે પછી વિદાય થયું. 1. ઉત્તરથી દળ ઊતરે, તે દી' દઈ આડા દીવાન મત હીતે મારી, ફટ બાબી હામદખાન. 2. રાણજી સિંધિયાના ભાઈ માધવજી શિંદે અમરજીના પ્રિય મિત્ર હતા. 3. હળિયાદ, ભેંસાણ, આંત્રોલી, અખાદડ વેરાવળ-કુતિયાણાની ફત્તેહ બદલ મળ્યાં હતાં તે ચાલુ રહે; ઉપરાંત માંગળ દીવાન દુલ્લભજીને, કુતિયાણું ગોવિંદજીને, વેરાવળ રૂગનાથછને અને સુત્રાપાડા શામલ માંકડને આપવા ઠરાવ્યું. ગાયકવાડે આ ગામે પિતાની હકુમતમાં મૂકવા સલાહ આપી, પણ દુલ્લભજીએ ના પાડી. 4. આ લેણા બદલ માંગરોળ, ઉના, દેલવાડા, સીલ, દિવાસાનાં પરગણું ગિર માંડી આપ્યાં. 5. આ પ્રસંગે ગાયકવાડ મોરારરાવે દીવાન રણછોડજીને પોતાની પાઘડી ઉતારી તેના માથા ઉપર મૂકી પોતાનું દીવાનપદ આપવા ઇચ્છા દર્શાવી. સિંધિયા, છવાઇ સામરાવ, નારાયણ પડિ, નિબાલકર આદિ સરદારોએ ખરખરો કરી શિરપાવ આપ્યા.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy