SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ 36 સૌરાષ્ટ્રને ઇતિહાસ છકાર નામના નાગરની સલાહ અને સહાયથી ઉમાબાઈને માટે નજરાણે આપી. સર્વનાશને ભય ટાળ્યો. તે પછી ઈ. સ. ૧૭૪૬માં દામાજી તાકપુરને મોકલ્યા. તેણે વંથલી ઘેર્યું અને જૂનાગઢને ઘેરવા બૃહ ગોઠવ્યું. પણ વડેદરાથી પુરવઠે ન આવતાં તે ઘેરે ઉઠાવી ચાલ્યા ગયે. આ બધા સમય દરમ્યાન મુસ્લિમ શાસકો મૌન પકડી પિતાને સ્વાર્થ સાધવા પ્રજાની પાયમાલી જોયા કરતા હતા, એટલું જ નહીં, પણ મરાઠા જાય પછી પિતાની મુશ્કગીરી શરૂ કરતા હતા. ઈ. સ. ૧૭૨૭માં તથા ઈ. સ. ૧૭૩૦માં મુબારીઝ-ઉલ-મુલ્ક યુદ્ધના ખર્ચને પહોંચી વળવા સૌરાષ્ટ્રમાંથી ભારે ખંડણી વસૂલ કરી. આમ ઈ. સ. 1700 થી ઈ. સ. 1748 સુધી, એટલે અઢારમી સદીના પૂર્વાર્ધમાં, સોરાષ્ટ્ર પરસ્પરના વેરઝેરના પરિપાક રૂપે થતાં યુદ્ધો, મુસ્લિમ અને મરાઠાઓની ચડાઈઓ, રાજાઓની રાજ્યવિસ્તાર અને સત્તા વધારવાની લાલસામાં વીંખાઈ પીંખાઈને નિસ્તેજ, નિર્ધન અને નિર્બળ થઈ ગયે. ખેતીવાડી, વેપાર અને ઉદ્યોગને નાશ થઈ ગયે. પ્રજાના જાનમાલની સ્થિરતા રહી નહીં અને લેહીતરસી ધરતી ઉપર વિના કારણે નિર્દોષ નરનારીનાં શેણિતની સરિતાઓ ચાલી રહી. અઢારમી સદીના ઉત્તરાર્ધ : સૌરાષ્ટ્રના ભાગમાં અઢારમી સદીના ઉતરાઈને હવે પ્રારંભ થાય છે. ઈ. સ. ૧૭૫૦માં ભાવસિંહજીએ એક સ્થિર રાજ્યનીતિ અપનાવી, પિતાની પ્રતિષ્ઠા જમાવી, ભાવનગર રાજ્યને વિસ્તાર તેમજ તેનું બળ વધારી, તેની આબાદી તરફ વિશેષ ધ્યાન આપી, તેને સમૃદ્ધ બનાવ્યું. જૂનાગઢમાં વારંવાર આવતા ફેજદારો અને તેમનાં અવ્યવસ્થિત રાજતંત્ર તેમજ રાજનીતિને પરિણામે સલ્તનતનાં ગુમાવેલાં પ્રતિષ્ઠા અને બળ પુનઃ પ્રાપ્ત કરી શેરખાન બાબી મોગલ શહેનશાહતને આધીન પણ સ્વતંત્ર રાજવી થયે હતે. જામનગરમાં બળવાન ભાયાતને દૂર કરી, મુસ્લિમ થાણાને ઉઠાડી મૂકી, પિતાના રાજ્યને જામે બળવાન બનાવ્યું હતું. અને આ સમયે જામ લાખાજી એને સુદઢ બનાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. ધ્રાંગધ્રા નામના નવા શહેરમાં ઝાલા ગજસિંહે રાજગાદી ફેરવી, પ્રગતિની દિશામાં આગેકદમ કરી હતી. મોરબીના અલીયાજીએ વવાણિયા ગામે બંદર ઉઘાડી વ્યાપારની વૃદ્ધિને વિચાર કર્યો હતે. ગંડળમાં કુંભાજી પિતાનાં પ્રતિભા, મુત્સદ્દીગીરી, ધન તથા બાહુબળના પરિણામે ચારેકોર ચકેર આંખે પરિસ્થિતિને લાભ લેવા તત્પર બેઠા હતા. ધ્રોલના ઠાકર વાઘજી પણ તેનાં બળ અને શકિતથી સૌરાષ્ટ્રમાં નાના છતાં એક ગણતરીમાં લેવા લાયક સરદાર તરીકે પંકાઈ ગયા હતા. ઝાલાવાડમાં લીમડીને રાજધાની કરી હરભમજી ઝાલા મુસ
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy