________________ મુગલ સામ્રાજ્ય 315 ઇલામનગર : કુતુબુદ્દીને જામનગરની હસ્તી મિટાવી દેવા તેનું નામ ઈસ્લામનગર પાડયું અને ત્યાં વહીવટ કરવા શહેર કાઝી નીમી સરાહે મહમદી , પ્રમાણે રાજ્યઅમલ શરૂ કરવા ફરમાન કર્યું. સતાજીને ગાદી આપી, પણ તે નામના રાજા હતા. તેને ગાદી તે મળી પણ તેને એક કેદી જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા. ખરે વહીવટ તે શાહી અમલદાર પાસે રહ્યો. આ રીતે જામનગરનું રાજ્ય ફરી એક વખત જામના હાથમાંથી ગયું. જામ રાયસિંહના પુત્ર તમાચી તથા ફલજી નાની વયના હાઈ નાસીને , કચ્છમાં જઈ રાહ પ્રાગમલજીને આશ્રયે રહ્યા. - સોમનાથનો ધંસ : ઔરંગઝેબે સૂબાપદેથી સોમનાથનો નાશ કર્યા પછી તેણે ગાદી ઉપર બેસતાં જ ઈ. સ. ૧૬૬૫માં, સેમનાથમાં પૂજા ફરી ચાલુ થઈ ગયેલ હોવાનું જાણવામાં આવતાં, તેને ફરી નાશ કરવા ફરમાન કર્યું. અને તેનો અમલ ઈ. સ. 16 67 લગભગ કરવામાં આવ્યે. જૂનાગઢના ફોજદાર સરદારખાંએ સોમનાથનું મંદિર સાવ તેડી નાખ્યું. વઢવાણ: ઈ. સ. 1666 : આ જ વર્ષમાં શિવાજી મહારાજે સુરત લૂટયું અને મુગલોનું અરમાન ઉતાર્યું. તે વખતે વઢવાણના ઠાકર સબળસિંહજી મુગલાઈ ફેજમાં ગુજરાતના ફેજદાર મહાબતખાન સાથે પિતાનું સેન્ટ લઈ ગુજરાતમાં ગયેલા અને શિવાજીની લૂંટ વખતે ગુજરાતમાં હતા. ઈ. સ. ૧૬૬૬માં તેના ભાઈ ઉદયસિંહ તેને દગાથી મારી, પિતે વઢવાણની ગાદીએ બેઠે. આરંભડા: ઓખાને રાજા અખેરજી જામને સાળ થતું હતું, પણ જામની નીતિ ઓખા હજમ કરી જવાની હતી. તેથી તેણે દગાથી હમીરજીને કેદ કર્યો. પરંતુ જામ ઉપર શાહી ફેજ આવે છે તે જાણે દ્વારકાના રાણા પતરામલે વાઘેરેની સહાયથી તેને છોડાવી, આરંભડા પહોંચાડયે પણ અખેરછ ઝાઝું જ નહિ. * પતરામલની સહાયથી ઓખા, જામનગર અને કચ્છની ચુંગાલમાંથી બચાવી લેવામાં આવ્યું. 1. જામનગર રાજ્ય ભૂચર મોરીના પરાજય પછી ઈસ્લામનગર થયું કે આ સમયે, તે માટે મતભેદ છે. વિદ્વાન કવિરાજ શ્રી માવદાનજી તેમના સંશોધનથી સાબિત કરે છે કે આ સમયે તેનું નામ પરિવર્તન પામ્યું, ભુચર મોરીના પરાજ્ય પછી નહીં. આ વિધાન વાસ્તવિક જણાય છે. 2. કહે છે કે આ ભાઈઓ ઓખામાં રહ્યા હતા. પણ તેઓ કરછમાં રહ્યા હોવાનું વિશેષ સંભવિત છે અને માન્ય છે. 3. ચર જદુનાથ સરકાર. વિશેષ વિગતે માટે જુઓ મારું પુસ્તક “પિતતપણ”.