________________ 310 સૌરાષ્ટ્રને ઇતિહાસ ફેજને વેરવિખેર કરી નાખી, પરંતુ મૂળીના માણસો આવી પહોંચતાં ભીમગુંડાની ભયંકર લડાઈ થઈ. તેમાં સુલતાન મરાયા. કાઠીઓ જોર પકડતા જતા હતા. લોમા ખુમાણ નામને ખરેડીને દરબાર ઘણે જ બળવાન થઈ પડયે હતો. તેને તથા ગોહિલોને વેર બંધાયાં હતાં. અને ખુમાણ અને ગોહિલેએ એકબીજાનું અસ્તિત્વ નાબૂદ કરવા કમર કસી હતી. ઈ. સ. ૧૬૧માં લાખા ખુમાણે ગારિયાધારના ગોહિલ નંઘણજીને હરાવી ગારિયાધાર કબજે કર્યું. મેંઘણજી સિહોરના ઠાકર ધુનાજીને આશરે ગયા. ધુનોજી તેને મદદ કરે તે પહેલાં લાખાએ તેના ઉપર ચડાઈ કરી. વેળાવદર ગામે બન્નેનાં સૈન્ય વચ્ચે ખૂનખાર જંગ જામ્યું. તેમાં ધુનજી મરાયા. ગેહિલોનાં બે રાજ્યો કાઠીઓને કજે ગયાં. ધુનાજીના કુંવર રતનજી ગાદીએ આવ્યા. કાઠીઓ સાથે સરવૈયા અને ખસિયા ભળી ગયેલા. તેથી તેના પ્રબળ સૈન્ય સામે લડતાં તે ઇ. સ. ૧૯૨૦માં મરાયા. તેના પુત્ર હરભમજીએ યુદ્ધ ચાલુ રાખ્યું. તેણે ગારિયાધાર જીતી લીધું તથા કાઠીઓને સેંધણજીની મદદથી કાઢી મૂક્યા, પરંતુ તેઓને ભય તે રહ્યો જ. તેથી ભવિષ્યમાં ઉપદ્રવ ન કરે તે શરતે લાખા ખુમાણને ચણું ગામ આપ્યું. હરભમજી ઈ. સ. ૧૬૧રમાં ગુજરી ગયા. તેના કુંવર અખેરાજ સગીર હોવાથી હરભમજીના ભાઈ ગોવિંદજીએ રાજ્ય પચાવી પાડયું. અખેરાજ કરછ ચાલ્યા . 1. લાખાને નોંધણજી પહોંચી શકે તેમ ન હતું ત્યારે તે જવાસ ગયા તથા બારૈયાની કન્યા પરણું તેનું સૈન્ય લઈ આવ્યા; પણ ગારિયાધારના પટેલે કહ્યું કે લેમાની ફેજ મોટી છે; તેથી સીધી રીતે પહોંચાય તેમ નથી. તેથી યુકિત કરી પટેલને શીખવ્યું. તેણે બૂમાબૂમ કરી મૂકી કે “તેંધણુજી મારાં ઢેર વાળી ગયા. તેથી તેને પાછળ પડે. તે તકનો લાભ લઈ નોંધણજીએ ગારિયાધાર દબાવી દીધું. લેમ પાછો આવ્યો ત્યારે નોંઘણે તેની તલવાર છોડી પાસે મૂકી. રાણીએ લેમાને ભાઈ કહ્યો અને યુદ્ધ મૂકી દેવા વીનવ્યા. નોંધણજીની કુંવરી જામનગર પરણી હતી ત્યાં વિવાહે જવું હતું. રાણીએ કહ્યું કે “લેમ આવે તે હું આવું.” તેથી જામે તેને આમંત્રણ આપ્યું. ભુચર મોરીમાં જામને તેણે દગો કરે. તેથી તેણે દગો રમો ધારી લેમાને બોલાવ્યા. જામનગર મહેલમાં જતાં દરવાને કહ્યું કે “હથિયાર છોડી મહેલમાં જાઓ.’ લે મા ખુમાણુથી આ અપમાન સહન ન થયું અને દરવાનને તેણે કાપી નાખે. તેથી જામના તથા નેધણજીના માણસો આજ્ઞા થતાં તેમના ઉપર તૂટી પડયા. અનેક ઘાએ વેતરાઈ લાખ પડે. સિપાઈઓએ તેને બાંધ્યો. મૃત્યુને થોડી વાર હતી ત્યારે જામે તેને પૂછ્યું કે અત્યારે જીવતે જ્યા દઈએ તે શું કરે?' ત્યારે તેણે જવાબ આપ્યો કે “તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ નગરને ઉથલાવી નાખુ. લેમ ખુમાણ જામનગરમાં જ મૃત્યુ પામ્યો. બીજી વાત એવી છે કે જામ સતાજીની આજ્ઞાથી જસાજીએ મા ઉપર ચડાઈ કરી ખેરડી ભાંગી લેમાને તથા તેને કુટુબીઓને મારી નાખ્યા. (યદુવંશપ્રકાશ : શ્રી માવદાનજી)