________________ ತಿಂ સૌરાષ્ટ્રને ઈતિહાસ ઉપર સારી છાપ પાડી. અને રધુનાથજી નાગરની સહાયથી તેમણે સંપૂર્ણ અધિકાર સં. ૧૬૭૩ના ફાગણ સુદ 15 ને દિવસે પ્રાપ્ત કર્યો. હળવદ : હળવદના રાજ ચંદ્રસિંહજીને જામ જસાજી સાથે કે કારણે વેર બંધાયું અને જામ જસાજીએ તેને દગાથી પકડાવી પિતાના મનના મિથ્યા અભિમાનને સંપ્યું. પણ ચંદ્રસિંહજીના ન્યાયી અને પરોપકારી સ્વભાવને કારણે તેના કુંવર પૃથ્વીરાજ સાથે અણબનાવ થયે. પૃથ્વીરાજજી તેની જીવાઈના ગામ વઢવાણ ચાલ્યા ગયા. પૃથ્વીરાજજીને શાહી ખજાને લૂંટવાના ગુન્હા બદલ શાહી ફે જે પકડીને અમદાવાદમાં કેદ કર્યા અને ત્યાં જ તે ગુજરી ગયા. આની ભળતી વાત રાજકોટઠાર માટે પણ કહેવાય છે. આ વિષયમાં બીજી વાત એવી છે કે ઝેર ઝાલી રાણીએ નહિ પણ માલા નામના રયાએ આપેલું. જસાજીએ અલી વછરે અજાજીના પાટવી કુંવર લાખાજીને દરબારમાં છ જામ’ કહી સલામ ભરેલી. તેથી તેને મારવા ચેતવણી આપી હતી. અલી વજીર રાતમાં કો ચણી જામની રાહ જોતે બેઠે; ત્યાં માલાએ સવારમાં દૂધપવામાં આ કાતિલ ઝેર ભેળવી તેને પ્રાણ લીધો. તેથી અલી વછરે માલાને મારી નાખ્યો. (યદુવંશપ્રકાશ: કવિ માવદાનજી) 1. રઘુનાથજીના ઇતિહાસ માટે જુઓ મારું પુસ્તક “પિતૃતર્પણ, 2. સોરઠી તવારીખમાં દીવાન રણછોડજી આ વાત બીજી રીતે લખે છે. જ્યારે જામ જસાજીને આ મહેણું વાગ્યું, ત્યારે તેણે તરત જ એક સુસજિજત સૈન્યને હળવદ ઉપર ચડાઈ કરવા મોક૯યું. આ સિન્યનું સ્વાગત પણ વિરચિત રીતે થયું. છ માસ પયત યુદ્ધ ચાલ્યું, પણ તેનું કંઈ પરિણામ આવ્યું નહીં. તેથી તેણે રાણાવાવના થાણદાર અને બહાદુર સેનાપતિ શંકરદાસ દામોદર નાગરને આ યુદ્ધનું નિરાકરણ લાવવા મોટા ઇનામની આશા સાથે મોકલ્યા. શંકરદાસ હળવદના કુંવર ગુરી ગયેલા તેના ખરખરે પોતે આવે છે તેવા મિષે 400 ચુનંદા સૈનિકો લઈ, માથે ફાળો ઓઢી, સંધ્યાકાળે રોતા રોતા ગઢમાં પેસી ગયા અને રાત્રે જ્યારે રાજ ચંદ્રસિંહ સૂતા હતા ત્યારે શયનખંડમાં પેસી ગયા; અને રાત્રે જ્યારે રાજ ચંદ્રસિંહજીને જગાડયા અને ખંજર છાતી સામે તેમળ્યું, ત્યારે તેમનાં મા આવ્યાં અને ચંદ્રસિંહજીનું જીવન રક્ષવા માગણી કરી; પણ શંકરદાસ માન્યા નહીં અને તેને પકડી જામનગર લઈ આવ્યા. જામ જસાજીએ તેમને આવતાં જોઈ કહ્યું, “ભલે પધાર્યા, રાજસાહેબ!” ત્યારે રાજસાહેબે જવાબ દીધો કે “શંકરદાસ ચાહે તે તેયે બ્રાહ્મણ. તેણે મને છેતર્યો છે, પણ આપણે રજપૂતો બ્રાહ્મણથી છેતરાઈએ તેમાં શરમ નથી.” જામ જસાજીની ઈચ્છા રાજ ચંદ્રસિંહને મારી નાખવાની હતી, પણ તેની માને વચન આપ્યું છે તેમ કહી શંકરદાસે વચમાં પડી તેને પાછા મોકલાવવા જામને કહ્યું. તેથી જામે શંકરદાસને મારવા આજ્ઞા આપી. આ વીર પુરુષ પિતાના સાથીઓ સાથે અડીખમ ઊભો રહ્યો. જામે રાજ ચંદ્રસિંહને જવા દીધો, પણ શંકરદાસને તથા તેના સાથીઓને મારી નાખ્યા.