SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના સુલતાને મહમદ ૩જાનું મૃત્યુ: સુલતાન મહમદ ૩જે બહુધા મહેમદાવાદમાં રહેતે. તેનું ખાનગી જીવન પતિત હતું. ભેગવિલાસમાં સદા મસ્ત રહેતે આ સુલતાન ધમધ હતું. તેના રાજ્યઅમલમાં કઈ હિંદુ ઘોડે બેસી શો નહિ. દરેક હિંદુએ જાહેર માર્ગ ઉપર ફરવું હોય તે તેની પાઘડીમાં તાબેદારીસૂચક રાતું કપડું બેસવું 1 પડતું. હિંદુઓ દિવાળી–હોળી અને બીજ ધાર્મિક જાહેર તહેવાર ઊજવી શક્તા નહિ. જેઓ ખાનગી રીતે પૂજા કરતા તેઓ તેની વાત બહાર ન જાય તેની તકે દારી રાખતા. આ ધર્માધ અને કોમવાદી સુલતાનના પાપી જીવનમાં સહભાગી અને કૃપાપાત્ર બુરહાન નામના યુવાને ઇ. સ. ૧૫૫૪ના ફેબ્રુઆરી માસમાં તેનું ખૂન કર્યું અને તે સાથે તેના અનેક બળવાન અમીરાને પણ દગાથી મારી નાખ્યા. બુરહાને પિતાને સુલતાન તરીકે જાહેર કરવા પ્રયત્ન કર્યો, પણ શેરવાનખાન ભટ્ટી નામના અમીરે તેને મારી નાખે. સુલતાન અહમદશાહ H મહમદ પાછળ વારસ ન હતું તેથી અબ્દુલ કરીમ ઈત્તિમાદખાન નામના વિશ્વાસુ ઉમરાવની સલાહ ઉપરથી અહમદખાન નામને એક છોકરો કે જે તેનો અનૌરસ પુત્ર અથવા સગો હતો તેને ગાદીએ બેસાડે. મહમદ ૩જાને વિલાસી અને ધમધ જીવનમાં તેના જનાનાની સ્ત્રીઓ અને મુલ્લાઓ સિવાય કાંઈ જેવા જાણવાની તક જ મળી નહિ. પરિણામે સૌરાષ્ટ્ર ઉપરનું સાર્વભૌમત્વ નહિવત્ થઈ ગયું. જામ રાવળની ઊગતી સત્તા બળવત્તર થતી ગઈ. જામનગર શહેર આ સમયમાં ઈ. સ. ૧૫૪૦માં વસ્યું. પશ્ચિમ સૌરાષ્ટ્ર સુલતાનના સાર્વભૌમત્વમાંથી સરી ગયું. જૂનાગઢમાં તાતારખાન લગભગ સ્વતંત્ર જ હતે. મોરબી પ્રદેશ ફતેહખાન બલોચના અધિકારમાં હતા. તે પણ સુલતાનને માત્ર નામશેષ સાર્વભૌમત્વ સ્વીકાર. ઝાલાઓ તે કેઈની પરવા કરતા જ, નહિ. નાગના બંદર જામ રાવળે જીતી લીધું. તે પછી ખીમજી જેઠવા ત્યાંથી ખસી રાણપુર જઈ રહ્યા અને ત્યાં ઈ. સ. ૧૫૫૦માં ગુજરી ગયા. ત્યાં સુધી તેણે પણ સુલતાનની - 1. નવાનગર વસાવ્યા પછી જામ રાવળે તેમના ભાઈ હરધોળજીની સહાયથી દક્ષિણ તથા પશ્ચિમ તરફને જેઠવાઓને પ્રદેશ જીતી લીધો. જેઠવાઓએ મરણિયો સામનો કર્યો. પિતાની સહાયે વાળા, વાઢેર, વાઘેર, અને જૂનાગઢના સૂબાનાં તપખાનાને બોલાવ્યાં. જામ રાવળ સાથે હરધોળજી તથા તેના કુવર સતાજી હતા. તેમના સરદાર તેગાજી સેઢાએ અતિશય વીરતા બતાવ શત્રુઓની તપમાં ખીલા મારી દીધા. તેગાજી જેવીસ જાથી ઘાયલ થઈ કામ આવ્યા. જેવા સને હરધોળજીનું ખૂન કરાવવા વિચાર કર્યો અને તે કામ કરવાનું બીડું કરશન જાબુંચા નામના રજપૂતે ઝીલ્યું. તેણે હરધ્રોળજીને પત્ર આપ છે તેવા બહાને તે સ્નાન કરતા હતા ત્યારે પાસે જઈ ઈ. સ. ૧૫૫૦માં મીઠાઈ ગામે ભાલાથી તેમને ઠાર માર્યા; પણ તરત જ તેના ભત્રીજા મેરામણ ડુંગરાણીએ તેને મારી નાંખે. જામને જય થયે; પણ હરધ્રોળજીના કુંવર અને અનુગામી જસાજી ચિત્રવિડ (કણજરી)ને ચુડાસમા ઠાકોરને ત્યાં પરણેલા તથા ભાણ
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy