SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના સુલતાન 24s બેરી મુગલ અને રળિયે ગઢવી : આ સમયની એક બીજી વાત પણ સૌરાષ્ટ્રના લેકસાહિત્યમાં પ્રચલિત છે. સાણંદના ઠાકોરે ચારણોને રાણીસર નામે ગામ આપેલું. તેના વંશમાં રળિયે ગઢવી ધનવાન થઈ ગયે. ચારણનું ગામ, એટલે કેઈ લૂંટે નહિ. તેને ક્યાંય લડવા જવું પડે નહિ. એટલે રળિયે ગઢવી ધનવાન થઈ ગયું હતું. તે વાત બહુ થયેલ તેતર લખધીરજીની માના ખોળામાં પડયું, જે તેણે દીધું નહિ. તેને બદલે દેવા કહ્યું પણ માન્યા નહિ. છેવટ પુંજા પરમારે તેની બહેન દેવા કહ્યું, પણ તેઓ તો લડીને પરમારને ખસેડવા માગતા હતા. તેથી તકરાર કરી. અને ધીંગાણું થયું. તેમાં પાંચસો ચભાડા પડયા. એકસો ચાલીસ પરમાર પડ્યા તેથી દુ કહેવાય છે કે : પડયા ચભાડ પાંચસે, સોઢા વીસું સાત, એક તેતરને કારણે, અલ રાખી અખ્યાત. આ વખતે લખધીરજી વઢવાણના વીસલદેવના દરબારમાં હતા. તેમણે વઢવાણના વાઘેલા રાજા પાસે અભયવચન માગ્યું કે “આમાં મારો દેષ હોય તે સજા થાય નહિ વાઘેલાએ વચન આપ્યું, પણ તેની રાણી ચભાડની પુત્રી હતી. તેણે લખધીરજીને મારી નાખવા સમજાવ્યું . પણ વાઘેલાએ વચન પાળ્યું. આ લખધીરજી આ પ્રસંગે જે લખધીરજી હતા તેના પૂર્વજ હશે. જત લોકે તેને પહેલાંના સંબંધી હોઈ લખધીરજીને આશ્રયે આવ્યા જણાય છે. જતા લેકે સુમરી માટે નહિ તેમજ જામની જ સામે નહિ, પણ મહમુદ બેગડાએ કચ્છમાંથી તેમને કાઢવ્યા હતા તેથી સૌરાષ્ટ્રમાં આવેલો; અને માંડવની લડાઈ પણ મહમુદ સામે થઈ. ગમે તેમ પણ હાલોજી મુસ્લિમ થયો. તેને એક નાનો ભાઈ પણ મુસ્લિમ થયે. હાલેજીના વંશના મોલેસલામ થયો, બીજા ભાઈના વંશમાં ધોળકીના કસબાતીઓ થયા. તેને એક વંશજ નામે મલિક મહમદ ઈ. સ. ૧૬૫૪માં બોટાદ છોડી ઘોળકા આવ્યો. માંડવના યુદ્ધની બે વાર્તાની નેંધ લેવી જોઈએ. એક તો મારવાડના રજપૂતે દ્વારકાની યાત્રાએ આવતા હતા ત્યાં મામમાં માંડવા રોકાયા. તેમને કહેવામાં આવ્યું કે સવારમાં ગઢને ઘેરો પડશે, માટે નીકળી જાઓ. પણ પરોપકારાર્થે લડતા યુવાન રાજાને જોઇ, તેઓએ કહ્યું કે “દ્વારકા કઠે ? અઠે જ દ્વારકા' તેઓ ત્યાંજ કપાઈ ગયા અને “અઠે દ્વારકા” કહેવત પ્રચલિત થઈ. બીજી વાત છે કે જત સરદાર ઇસ અને લખધીરજીને કાકો આસાજી રણમેદાનમાં ઘાયલ થઈ પડયા, ત્યારે ઇસ ઉંચવાસ હત; તેણે આસા તરફ વહેતા લોહી આડી પાળ બાંધી. આસાજીએ પૂછતાં કહ્યું કે “મુસ્લિમના લેહીથી તારું' છેવટનું ટાણું બગડે નહિ.' ત્યારે આસાજીએ કહ્યું, ઇસા સુણ આસો કહે મરતા પાળ મ બધા જત પરમારા એક જે, રાયે ફરી મ રાંધ્ય.” કહેવાય છે કે પરમારે તે સમયમાં જત કન્યા પરણુતા,
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy