________________ 218 સોરાષ્ટ્ર તિહાસ તેણે મહમુદને સંદેશ મોકલ્યું કે, “મારે આપને મળવું છે” મહમુદે જવાબ દીધે કે “હથિયાર મૂકીને સૈન્ય કે અંગરક્ષક વગર આવવું હોય તે આવે.” મહમુદને એમ હતું કે રાહ આવી રીતે નહિ આવે. પણ માંડલિક તે પ્રમાણે એક પણ અંગરક્ષક લીધા વગર મહમુદના તંબૂમાં ગયે. રાહે મહમુદને પૂછયું કે મારે શું અપરાધ છે કે તમે વારંવાર ચડી આવે છે ત્યારે સુલતાને જવાબ આપે કે “કાફરથી બીજી કઈ મેટી કસૂર છે? તમે ઈસ્લામ અંગીકાર કરે તેવી મારી ઇચ્છા છે.” ત્યારે રાહ કેધિત થઈ કહ્યું કે “તમે ધર્મભ્રષ્ટ રજપૂત માત્ર પેટ ખાતર તમારી બહેનદીકરીઓ મુસ્લિમેને પરણાવી આ સ્થાને પહોંચ્યા છે. હું શુદ્ધ યદુવંશી ક્ષત્રિય છું. પ્રાણત તે શું પણ સર્વસ્વ નાશ થાય તે પણ હું ઈસ્લામ સ્વીકારીશ નહીં.” આ સાંભળી મહમુદના રોષને પાર રહ્યો નહીં. તેણે હજુરિયાએને આજ્ઞા કરી કે “આને પકડી લે.” ત્યારે રાહે કહ્યું કે “હું તે જાણીને જ આવ્યા છું કે તમે દગો કરશે. તમે જેતા નથી કે મારા પિષાક ઉપર કેસરના છાંટા છે! મેં મારું શ્રાદ્ધ પણ કરી લીધું છે. આવે, જેને જીવનની દરકાર ન હોય તે સામા આવે.” મહમુદે ગમે તે કારણે માંડલિકનું રુદ્ર રૂપ જોઈ તેને જવા દીધું અને કહ્યું કે હું તમને વિચાર કરવા તક આપું છું.” માંડલિકને વિચાર કરવાનું હતું નહીં. તેણે બીજે દિવસે ભીષણ સંગ્રામ છે અને મહમુદને પડકારી કહ્યું “નિર્દોષ સૈનિકની શા માટે કતલ કરાવે છે, આવે, આપણે દ્વન્દ્ર ખેલી લઈએ.” મહમુદ યુદ્ધમાં હતો નહીં. તેણે આ સાંભળ્યું ત્યારે આજ્ઞા આપી કે તેને જીવતે પકડે. મને મહેણું મારનાર આ અભિમાની રાજાના મુખમાં યૂકી, તેને મુસ્લિમ બનાવી, હું જગતને દેખાડીશ કે આ અહંકારી રાજાએ ઈસ્લામ સ્વીકાર્યો છે.” આખરે: પણ માંડલિક પકડાય તેમ હતો નહીં. તેણે ઘાસ વાઢે તેમ મુસ્લિમ જ કાપવા માંડી. તેનું શૌર્ય જોઈ અન્ય રજપૂતે પણ જેરમાં આવ્યા. આખરે એક સૈનિકે માંડલિકની પીઠ ઉપર ઘા ર્યો અને માંડલિક પડયે. પણ સુલતાનને રાજી રાખવા તથા તેનું વચન રાખવા એક સાધારણ સૈનિકને પકડી અમદાવાદ લઈ ગયા અને ત્યાં તેને મુસ્લિમ બનાવી ખાનજહાનનો ઈલકાબ આપે. આ લેકસાહિત્યમાં પ્રચલિત વાત છે. મુસ્લિમ ઇતિહાસકારોના કથનમાં મહમુદ માટે પ્રશંસાનાં પુષ્પો વેર્યા છે. ત્યાં સત્ય હકીકતની આશા કેવી રીતે રાખી } શકાય? ચુડાસમા વંશ : આ સ્થળે ચુડાસમા વંશના ઈતિહાસમાં ભાટચારણેએ યથેચ્છ ફેરફાર કર્યા છે. જૈન ઇતિહાસગ્રંથે તથા મુસ્લિમ તવારીખનશેએ તેમની ઈચ્છા પ્રમાણે લખ્યું છે અને સોરઠી તવારીખના કર્તા દીવાન શ્રી રણછોડજીએ પણ