SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રજપૂત સમય 213 અને સોરઠમાંથી ચુનંદા હૈદ્ધાઓ રાખી એક બળવાન સૈન્ય બનાવ્યું. તેણે આમ છે વર્ષ તે બહુ સારી રીતે રાજ્ય ચલાવ્યું. તેને નાગર પ્રધાન હિરાસિંહ(હીરારામ)ની સલાહથી તેણે ન્યાયી અને પ્રજાપ્રિય રાજા તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, પણ તેના મરણ પછી તેણે વિશળ નામના વાણિયાને મંત્રી તરીકે નીમ્યુ. આ મંત્રી લેભી, મલિન પ્રકૃતિ અને જીભને એ હતું કે તેણે અનેક શત્રુઓ ઊભા કર્યા. રાહને સેનાપતિ ઇલ ચાવડા વીર પુરુષ હતો. તેણે વિશળને દૂર કરવા રાહને સલાહ આપી; પણ રહે તે સલાહ માન્ય રાખી નહિ. પરિણામે તેનું ન્યાયી અને કપ્રિય રાજતંત્ર કથળતું ગયું. - નરસિંહ મહેતા : આ રાતના સમયમાં ભારતમાં પ્રસિદ્ધ થયેલા પ્રખ્યાત નરસિંહ મહેતા જૂનાગઢની નાગર જ્ઞાતિમાં થયા. તેમનાં વેદાંતનાં પદે અને ભક્તિના ઉપદેશથી જનતા તેના તરફ આકર્ષાઈ અને જૂનાગઢની પ્રજામાં નરસિંહનાં ભકિતગીતે ઘેર ઘેર ગુંજવા લાગ્યાં. નરસિંહ મહેતા નિ:સ્વાર્થ ભાવે નિષ્કામ ભકિત કરતા. તેથી ભગવાન પ્રસન્ન થયા અને તેના અનેક ચમત્કારની વાતો પ્રચલિત થઈ. માંડલિકના કાન ઉપર નરસિંહ મહેતાની ખ્યાતી આવી. અને આવા પવિત્ર અને મહાન સંતના દર્શન કરવા આતુર બન્યા; પણ તેના ગુરુ રામદાસ તીર્થ નામના સંન્યાસી હતા. તે શિવ સંપ્રદાયમાં માનતા અને નરસિંહ મહેતાના ઉપદેશની ટીકા કરતા, તેમજ નરસિંહ મહેતાની કપ્રિયતાથી તે ઈર્ષાની આગમાં બળી મરતા. તેણે રાહ માંડલિકને કહ્યું કે “નરસિંહ તે ધૂર્ત છે, મેલી વિદ્યાને જાણકાર છે. માટે તેને તે હદપાર કરે જોઈએ.” પણ રાહ ન્યાયી હતું. તેણે બન્ને વચ્ચે શાસ્ત્રાર્થ ગોઠવે. સંન્યાસીઓ “એકેડું દ્વિતિયે નાસ્તિ” અને “બ્રહ્મ સત્યં જગન્ મિશ્યાના સિદ્ધાંત ઉપર વાદ કરવા મંડયા. નરસિંહ મહેતાએ તે “તેજ તું તત્વ તું ભૂમિ તું ભૂધરાનું સૂત્ર પ્રતિપાદિત કર્યું. શાસ્ત્રાર્થ ચાલતું હતું ત્યારે બહાર બન્ને પક્ષના માણસો મારામારી ઉપર આવી ગયા. તેથી રાહે આ વિવાદ બંધ કરી નરસિંહ મહેતાને તેઓ જે ચમત્કાર કરે છે તે નજરે બતાવવા માગણી કરી. “જે દામોદરરાય નરસિહ મહેતાને હાથે હાથ હાર આપે તે જ તે સાચા છે અને જે ન આપે તે તેને પ્રાણ આપે” એમ કહી નરસિંહ મહેતાને એકાન્ત કેદમાં પૂર્યા અને ફરતી ચકી મૂકી. તે જ પ્રમાણે દામેદરરાયજીના મંદિરનાં બારણાં ઉપર તાળાં દઈ તેના ઉપર પણ ચોકીપહેરા મકયા. - નરસિંહ મહેતાએ કીર્તન શરૂ ક્ય. રાત વીતતી જતી હતી, ભજન ચાલુ હતાં, છતાં હાર આવતું ન હતું. મહેતાને ઉંઘ આવવા લાગી. તેથી ગાયું કે, 1. નરસિહ મહેતાના ચમત્કારોની વાત એટલી બધી પ્રચલિત છે કે, તે આ ગ્રંથમાં લેવાનું આવશ્યક જણાતું નથી. 2. કેદારા વગર કને દર્શન દેતો નહિ અને કેદારે ઉનામાં મહેતાજીએ ગીર મૂકયો હતે. તે ન છોડાવે ત્યાં સુધી ગવાય નહીં. તેથી શ્રીકૃષ્ણ વેપારીને ત્યાં જઈ કેદારે છોડાવી તેનું મન મઉત્તાના માળામાં નાખ્યું. પછી મહેતાજીએ કેદાર ગાય.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy