________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ ગ્રીક સત્તા : અશોકનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૨૩રમાં થયું. તે પછી મોર્ય વંશની મહાન રાજ્યસત્તા ક્ષીણ થવા માંડી. અંતે સેનાપતિ પુષ્યમિત્ર શુંગે મૌર્યરાજ બૃહદ્રથને વધ કર્યો અને મગધનું રાજ્ય મોર્યના હાથમાંથી શુંગના હાથમાં પડયું, ઈ. સ. પૂર્વે 185. મોર્યોના પતન સાથે, આર્યાવર્તના મૌર્ય સામ્રાજ્યના દેશો સ્વતંત્ર થવા લાગ્યા અને પરદેશીઓ માટે પણ નિર્વિદને વિજ્ય મેળવી લેવા આ દેશનાં દ્વાર ખુલ્લાં થયાં. અશોકને પુત્ર સામ્મતિ આ દેશને મહારાજા હશે પણ નામને અને સત્તા વગરને. ઈ. સ. પૂર્વે ૨૦૦માં તે સોરાષ્ટ્ર ઉપરથી તેમની સત્તા અવશ્ય ભૂંસાઈ ગઈ હતી. તુશાસ્પ: અશોક જેવા મહાન રાજ્યકર્તાની એક ભૂલ એ હતી કે તેણે તેના સૂબા તરીકે યવન તુશાસ્પને સૌરાષ્ટ્રમાં નીમ્યા હતા. રાજધાનીથી દૂર આવેલા એક ધનાઢય અને રસાળ દેશના અધિપતિ તરીકે એક પરદેશીને શા માટે નીમ જોઈએ ? આ તુશાપે સુદર્શન જેવાં તળાવ બંધાવી રાજ્યમાં સુખશાંતિ ફેલાવી ઘણું જ કપ્રિયતા મેળવી. એ સમયમાં પ્રત્યેક મહત્ત્વાકાંક્ષી પુરુષને સ્વતંત્ર રાજા થવાની નેમ હતી. તેથી જ તેણે તે વ્યવસાય ત્યારથી આરંભ્યો હોય તેમ જણાય છે. મૌર્ય વંશની સત્તા આ પ્રાંત ઉપરથી ઊઠી જતાં બેકિટ્યામાંથી આવેલા ગ્રીકેની હકૂમત સ્થપાઈ. તેમને આદિપ્રેરક તુશાસ્પ હતા એમ અનુમાન કરીએ તે અસ્થાને નથી. તુશાસ્પના નામ ઉપરથી તે ઇરાની જણાય છે. પણ તેની આગળ “યવન વિશેષણ મૂકવામાં આવે છે. એ સમયમાં યુનાન એટલે ગ્રીસના લેકેને યવન કહેતા. તેથી તે ગ્રીક હોવાની માન્યતા વધારે સબળ છે. વળી ચંદ્રગુપ્તની રાણી ગ્રીક હતી અને તેની લાગવગ મણ ચંદ્રગુપ્ત અને અશોકના સમયમાં હશે. તેનાં સગાંસબંધીના વિસ્તાર વચ્ચે હશે અને તે પૈકીનો તુશાસ્પ હવા વિશેષ સંભવ છે. તેથી જ મોર્ય વંશના અંત પછી આ પ્રદેશ ઉપર ગ્રીક લેકેનું સામ્રાજ્ય સ્થપાયું હશે તે વિશેષ માનવા જેવું છે. શંગ : શુંગલેકેનું રાજ્ય આ દેશમાં હતું કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પુષ્પમિત્ર શુંગને પૌત્ર વસુમિત્ર અશ્વમેઘ સાથે દક્ષિણ સમુદ્ર પર્યત 1. . કેમીસેરીયેટ તેને ઇરાની માને છે. તેના કારણમાં તે જણાવે છે કે મૌર્ય દરબાર અને ઈરાન દરબારનાં રીતરિવાજ, સ્થાપત્ય વગેરેમાં ઘણું સામ્ય હતું. વળી વર્તમાન - પારસીઓમાં રસાસ્પ નામ પડે છે. તેની સાથે આ નામ મળતું આવે છે. પરંતુ “તુશાસ્પ” નામ ઇરાનીઓમાં જોવામાં આવ્યું નથી. તેથી તે માત્ર અનુમાન જ છે.