________________ 176 સૌરાષ્ટ્રને ઇતિહાસ બરડાનું પ્રસિદ્ધ દેવાલય બિલેશ્વર, દ્વારકાનું જગત દહેરું અને માધુપુરનું રણછોડરાયનું મંદિર તેના ભોગ બન્યાં. રજપૂત સૈન્ય સેમિનાથ ગયાં. ત્યાં તેઓએ ધ્વંસ પામેલું દેવળ અને લૂંટાયેલું નગર જોયું પણ શત્રુ મળ્યા નહીં. મુસ્લિમ સૈન્ય કંથકેટથી અણહિલવાડ પાછું ગયું. હે મુસ્લિમ અધિકારીને કતલ કર્યા અને તેનું થાણું ઉઠાડી પ્રભાસનું રાજ્ય વાજા વીંજલદેવને સુપ્રત કરી સહુ રાજાઓ સ્વસ્થાને પાછા ફર્યા. ગુજરાત મુસ્લિમેથી પાદાક્રાન્ત થયું. આ વખતે તેઓ માત્ર જીતી, લૂંટી ચાલ્યા ન ગયા પણ ગુજરાતમાં પિતાનું રાજ્ય સ્થાપી રહ્યા. રાહ માંડલિક ઈ. સ. ૧૩૦૬માં 46 વર્ષનું રાજ્ય ભેગવી ગુજરી ગયે. તે ધાર્મિક વૃત્તિને હતે. નેમિનાથના મંદિર ઉપર તેણે સોનાનાં પતરાં જડાવ્યાં તથા મંદિરને જીર્ણોદ્ધાર કર્યો. રેવતીકુંડના લેખમાં તેને મુસ્લિમ ઉપર વિજય મેળવનાર કહ્યો છે. રાહ નવઘણ 4: ઈ. સ. ૧૩૦થી ઈ. સ. 1308. રાહ નવઘણ ૧૩૦૬માં ગાદીએ આવ્યું ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર મુસ્લિમેના નિશાનડકાના નાદથી હિન્દુઓને હતાશ થઈ ગયેલા જોયા, અને ભવિષ્યમાં રાજ્યવિસ્તાર વધારવા ને ચક્રવતી પદ પ્રાપ્ત કરવાના તેનાં સ્વને નષ્ટ થયાં. માંગરોળ-ઊના: પ્રભાસપાટણ તે મુસ્લિમેના અધિકાર નીચે ગયું અને તેઓએ ત્યાં થાણું નાખ્યું, પરંતુ રાહ માંડલિકે અન્ય રાજા સાથે મળી તેને ઉઠાડી મૂકયું. માંગરેનમાં મુસ્લિમ નાયબ સૂબે શેખ બીન તાજ હતા. આ સૂબે સેરઠના સૂબા મલેક બેદર બીન જહબ નીચે હતું. તેણે માંગરોળ નગર ફરતો કિલ્લે બંધાવ્યું. ઊનામાં હી. 708 (ઈ. સ. ૧૩૦૮–માં) ફિરોઝશાહના સમયમાં હઝરત શાહ (મહમદ આસર) ઝફરખાનને મુઝફફરને ઈલ્કાબ દીધું હતું. તેણે ત્યાં મુસ્લિમ મુસાફરો માટે ધર્મશાળાને ખંડ (Hall) બંધાવ્યું. આ બને શિલાલેખ બનાવટી છે અને અલપખાને સોમનાથ અને સૌરાષ્ટ્ર લૂટયા પછી થાણું મૂક્યાં હોય તે 1. માંગરોળને હીજરી સન 700 (ઈ. સ. ૧૩૦૧)ને શિલાલેખ છે. તેમાં લખ્યું છે કે પાટણને સર્વસત્તાધીશ અધિકારી ઝાફરખાન વછ– ઉલ મુલ્ક હતા. આ શિલાલેખમાં “રૂની હીસાર” લખ્યું છે, પણ તે રૂમી જણાતું નથી. (પાફેર “ફરતો કિલ્લે’ થાય) રૂમી (રોમન કિલ્લે નહીં.). 2. બારગાહ શબ્દ ફારસી લેખમાં છે તથા ઊનાને “બહેતે ઝિયારતગાહ” તરીકે વર્ણવેલું છે. 3. આ બન્ને શિલાલેખ પાછળથી લખ્યા હોવાનું જણાય છે. પ્રથમ શિલાલેખમાં