________________ રજપૂત સમય 167 એસીરિયને તેને ખટ્ટ કહેતા. બાઇબલના એલડ ટેસ્ટામેન્ટમાં તેને હીદીઃો કહ્યા છે. તેની ની કમાણી કહેવાતી. તેઓએ ૨,૦૦૦ની સંખ્યામાં સૈન્ય રાખ્યું હતું. જેમાં અનેક ઘોડા તથા રથ હતા. રેલીયનના ઇતિહાસમાં તેના મુખ્ય શહેરને કારમીસ કહ્યું છે. કમાણી તે ખુમાણુ હવા સંભવ છે. કાઠીઓએ તે પછી દમાસ્કસના રાજા એન હાદાદની સાથે મળી એસીરિયા ઉપર આક્રમણ કર્યું. પણ તેમાં તેઓ હાર્યા અને ટિગ્લાથના પુત્ર શેલમાનેશરને તાબે થયા. કાળે કરી મીડિયા તથા ઇરાનનાં રાજ્ય સામે ટકી ન શકવાથી હાઈડ્રોઓટ્સ નદી નજીક સંગાળા નગરમાં તેઓ વસ્યા. ત્યાં તેમણે સિકંદર સામે યુદ્ધ ખેલ્યું (ઇ. સ. પૂર્વે 326.) આરિયન નામને ઇતિહાસકાર લખે છે કે કાઠીએ કેાઈ સતાને માનતા નહિ, તેથી પરસે આબીસરેસ રાજાને સહકાર મેળવી તેના ઉપર ચડાઈ કરી અને કાઠીઓને હરાવ્યા. તે પછી તેઓ ભારત તરફ આવ્યા. જેસલમીરના ઇતિહાસ પ્રમાણે ઇ. સ. ૧૧૬૮માં કાઠીઓ રાજા શાલિવાહનના સમયમાં ઝાલર અને અરવલ્લીમાં આવી વસ્યા. ત્યાંથી કચ્છમાં અને માળવામાં ગયા; ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. તેઓ સૌરાષ્ટ્રમાં પ્રથમ કયારે આવ્યા તે વર્ષ નિશ્ચિત થઈ શકયું નથી. પણ ખાચર ઈ. સ. ૧૪૦૦માં થાન આવ્યા. ( ન.) - ચારણોના કથન પ્રમાણે મહાભારતમાં વિરાટ રાજાની ગાયે વાળવાની ક્ષત્રિયએ ના કહી, તેથી કણે પૃથ્વી ઉપર લાકડી પછાડી અને તેમાંથી એક મનુષ્ય ઉત્પન્ન થયો. તે કાષ્ટમાંથી ઉત્પન્ન થયે માટે કાષ્ટીક કહેવાય. તેને કચ્છમાં આવેલું પાવરનું રાજ્ય મળ્યું અને વરદાન મળ્યું કે તેના વંશજો લૂંટફાટથી જ જીવનનિર્વાહ કરશે બીજી વાતમાં તેને કર્ણના પુત્ર વૃતકેતુના વંશજો કહ્યા છે. વૃતકેતે વંશ ઊજળ, ત્યાંથી વાળા જાત, કૌરવોએ કળ ખોયું, અળ રાખી આખ્યાત. તેના પટગીર, પાવરા, પાંજરિયા, તેરિયા, બેલ, જેબલિયા, નરેડ અને નાથે નામે પુત્રો થયા અને પ્રત્યેકમાંથી એક એક શાખા ઉત્પન્ન થઈ. આ કાઠીઓ પૈકી એક ટાળી કરછમાંથી આવેલી. તેઓ ઢાંકના ધાનવાળાના આશ્રયે રહ્યા. ત્યાં ધાનવાળાને કુંવર વેરાવળજી વીશળા કાઠીની પુત્રી રૂપાંદેને પરો. તેને ત્રણ પુત્રો થયા. વાળા, ખુમાણ અને ખાચર. તેઓ શાખાયત (રાજવંશી) કહેવાયા અને બીજા અવરતિયા કહેવાયા. વાળા, ખુમાણ અને ખાચર ત્રણ ભાઈઓ હતા તેમ સમજાય છે. વળી તેઓના વંશજો હજી પણ અંદર અંદર લગ્નવ્યવહાર કરતા નથી. પણ ઈતિહાસ જોતાં તેઓ જુદે જુદે સમયે આવ્યા હોવાનું જણાય છે. કાઠીઓમાં બાબરિયાની પેટા જાતિ છે. તેમાં વરુ, ટિલા અને ધાંખડા મુખ્ય જાતિઓ છે. ધખડા પિતાને પાંડવના વંશજો કહે છે. માનપાળ તંવરે પાંડવોના વંશને હાંકી કાઢી હસ્તિનાપુર લીધું ત્યારે પાંડવોના વંશજે થાન બાબરિયા આવીને વસ્યાં.