________________ રજપૂત સમય સૌરાષ્ટ્રને લૂંટવા ચડાઈ લઈને આવ્યા. તેઓએ ગુજરાતમાં વેપારીઓ, ઠાકરે, અધિકારીઓ, વગેરેને લૂંટી અઢળક લક્ષમી એકત્ર કરી હતી. તેથી તેમનો સૌરાષ્ટ્ર લૂંટવાને વિચાર થયે. પ્રથમ તેણે વઢવાણના ગોહિલેને લૂંટયા. ત્યાંથી જૂનાગઢ આવી રાહ પાસેથી ખંડણી લીધી અને વંથળીના સાંગણ તથા ચામુંડ કે જે તેના સાળા થતા હતા તેને ખંડણું આપવા કહેણ મોકલ્યું. પણ તેઓએ ઈન્કાર કર્યો. વિરધવલે તેની રાણી જયતલદેવીને વિષ્ટિ કરવા મોકલી. પણ તેઓ માન્યા નહિ અને ભયંકર યુદ્ધ થયું. તેમાં બન્ને ભાઈ મરાયા. વિરધવલે વંથલીને ભંડાર લૂંટ. 1400 ઘેડા, 500 બીજા તેજી ઘોડા, મણિ, મેતી, હીરા, ચાંદી આદિ તેના હાથમાં પડયાં. સાંગણના પુત્રને ગાદીએ બેસાડી તે નાઘેર તરફ ગયા. ત્યાં વાજા રાજાઓને લૂટયા, નગજેન્દ્ર, ચુડાસમા તથા વાલાક આદિ પ્રદેશના રાજકર્તાઓ પાસેથી દ્રવ્યને દંડ લઈ તે દ્વારકા પહોંચ્યો અને ત્યાંથી વિજયે કરતો કરતો જોળકા ગયે. એ રીતે સમસ્ત સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠાને પોતાના પરાક્રમના પાણીથી વરધવલે ધોઈ નાંખી અને વાઘેલાના ઊગતા સૂર્ય સામે ચુડાસમાની અસ્ત પામતી સત્તા ટકી શકી નહિ. ગોહિલે : આ રાતના સમયમાં વર્તમાન ભાવનગર રાજકુળના પૂર્વજ સેજકજી ગોહિલ સૌરાષ્ટ્રમાં આવ્યા. તેઓના મૂળ વિષે ઘણાં પરસ્પર વિરોધી મંત છે. ભાવનગર રાજકુટુંબના ઇતિહાસ પ્રમાણે વિ. સં. ૧૩૪(ઈ. સ. ૭૮)માં દક્ષિણ ભારતમાં પૈઠણ નગરમાં શાલિવાહન નામે રાજા થયે. તેના વંશજો મારવાડમાં આવી લૂણું નદીના તીરે આવેલા ખેરગઢના ભીલ રાજા ખેડવા પાસેથી તેનું રાજ્ય જીતી ત્યાં સ્થિર થયા, અને 20 પેઢી રાજ્ય કર્યું. ૨૦મ્મી પેઢીએ મેહદાસ નામે રાજા થયા. તેને કનોજના રાઠોડ રાજા જયચંદ્રના ભત્રીજા શિયાજીએ મારી ગોહિલેને હાંકી કાઢયા. મેહદાસ રણમાં પડયા અને તેના પૌત્ર સેજકજી (સહજીગ) વિ. સં. 1306-7 (ઈ. સ. ૧૨૫૦)માં સૌરાષ્ટ્રમાં આવ્યા. તેના પિતા ઝાંઝરજી રણક્ષેત્રમાં 1. ગોહિલ એ વખતે વઢવાણ નહિં પણ સેજકપુરમાં તરતમાં જ આવેલાં હતાં. 2. આ સમયે વાજાઓ નાઘેરમાં, જેઠવાઓ બરડામાં તથા વાળાઓ વળાંકમાં હતાં. પણ નગજેન્દ્ર કયું હતું તે સમજાતું નથી. વિરધવલની એક રાણી સિંહ જેઠવાની બહેન હતી. તેને પુત્ર વીસલદેવ હતા. આ સિંહ ગાદીપતિ નહિ હેય પણ રાણાને ભાઈ હશે. તત્કાલીન જેઠવા રાજા વજેસિંહ હતો. જેઠવાઓના નામ પાછળ “જી” એ સમયમાં લાગતું. તેમાં વિજયસિંહ એક જ “સિંહ” પ્રત્યયવાળે છે. એટલે તે પણ સિંહ જેઠવા નામે પ્રસિદ્ધ હોય છે તે સંભવિત છે. 3. માંગરોળમાં ગહિલ હતા, પણ તે આ કુટુંબના નહિ. આગળ જોયું તેમ તેઓ સૂર્યવંશી ગુહાના વંશજ હતા અને વલ્લભી રાજાઓમાંથી ઊતરી આવેલા હતા. આ ગોહિલે મારવાડમાંથી આવ્યા.