________________ રજપૂત સમય 155 ૧૦૯૫માં આ રાજ્ય લઈ પિતાની ગાદી સ્થાપી. સંભવ છે કે આ રાજાના અનુગામી કે કુંવર આ ચડાઈ લાવ્યા હેય. ચુડામણિ : ચૂડામણિ આ વિજયથી ગર્વોન્મત્ત બન્યું. તેણે મેહ જેઠવાને હરાવી માંગરોળ અને ચેરવાડનો પ્રદેશ પડાવી લીધું. ચુડામણિની સહાયથી રહે ગુજરાત ઉપર પિતાનો ધ્વજ ફરકાવવા ધાર્યું. પણ કુતુબુદ્દીનની ચડાઈ અને ગુજરાતના રાજાઓની અંતિમ પરિસ્થિતિ છતાં ભીમદેવ સામે બાથ ભીડવાની તેની હિમ્મત ચાલી નહિ. તેથી તેણે પાટણ મકી વત્સરાજના સૈન્યાધિપતિ તથા સાળા આલા અને ઉદ્દલ ભાઈઓની રાજધાની મહોબા ઉપર ચડાઈ કરી અને એ પડકાર ફેંકયે કે ચુડામણિને હરાવે તેને રાહની કુંવરી મતીદે પરણશે. મહોબા ચૂડામણિ સાથે યુદ્ધ કરવા શક્તિશાળી ન હતું; તેથી તેણે પરાજ્ય સ્વીકારવા તત્પરતા બતાવી. ચુડામણિએ તેથી મહોબાના આલા પાસે તેના ભાણેજ મલ કે જે વત્સરાજને પુત્ર થતું હતું તેને સેંપી દેવા માગણી કરી. પણ ક્ષત્રિય ધર્મ પ્રમાણે આ માગણીને ઈન્કાર કરી આલા તથા ઉદ્દલે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં મલે ચુડામણિને ઠંદ્વ યુદ્ધમાં મારી નાખે. સોરઠનું સૈન્ય પરાજિત થયું; તેથી મલે મેતીદેની માગણી કરી, પણ અન્ય સેનાનાયકેએ કહ્યું કે તમે ચૂડામણિને માર્યો તેથી સૈન્ય પરાજિત થયું ગણાય નહિ. આમ કહી તેઓ સેરઠ પ્રતિ પાછા વળ્યા; પણ મલે તેના મામા આલા તથા ઉદ્દલની સહાયથી પિતાની મદદે કનોજના રાજા લાખણસી, ગુજરગઢના રામયા રાજા પ્રથિપતિ, અને મેહનગઢના રાજા મકરંદને બોલાવ્યા. આ રાજાએ સેરઠી સૈન્યની પાછળ પડયા અને આબુ પાસે ભયંકર યુદ્ધ થયું. તેમાં સોરઠી સેના કપાઈ ગઈ. અંતે રાહે તેની કુંવરી તીદે મલને વચન પ્રમાણે પરણાવી. જેઠવા : માંગરોળ-ચોરવાડને પ્રદેશ ખેયા પછી અને મહેબાના પરાજયને 1. સિંહપુરને ઈતિહાસ (ભારત રાજ્યમંડળ) 2. ચુડામણિ નાગર હતો. આ સમયમાં રાઠોડને સેનાપતિ ચુડા હતા, તેણે પ્રતિહાર રાજા પાસેથી તેનું રાજ્ય જીતી લીધું હતું. તે રાઠેડ હતું. તે તથા આ ચુડામણિ બને જુદા. 3. મહેબા વિઠ્ય પર્વતની પૂર્વ અને જમના નદીને દક્ષિણ દિશાએ આવેલે પ્રાન્ત છે. આ રાજ્ય ચંદેલાઓનું હતું. આ સમયે ત્યાં રાજા મદનવમદેવ હતો. એટલે મહેબા કોઈ બીજું હેય અથવા આલા અને ઉદ્દલ ત્યાંના ઠાકોરે કે સેનાપતિઓ હેય. 4. આ રાજાઓનાં નામ પણ ઈતિહાસમાં મળતાં નથી. કનોજમાં ઈ. સ. 1212 સુધી જયચંદ્ર રાઠોડ હતો. એટલે લાખણસી રાજા હોય નહિ. આ વૃત્તાંત ચારણના ઇતિહાસમાંથી મળે છે. પણ વત્સરાજ-મલ-મહેબા વગેરે નામનો ઉલ્લેખ મળતો નથી. સંભવ છે કે આ લેકે સિંધના લુપ્તપ્રાય થયેલા કેાઈ રાજ્યના રાજાઓ હશે, અને વત્સરાજને રાહ ઉપર ચડાઈ લઈ આવવા કાંઈ ખાસ કારણ હશે.