SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ MD 146 સૌરાષ્ટ્રને ઇતિહાસ પરદેશમાં ભટકવું પડ્યું હતું. તે પચાસ વર્ષની વયે ગાદીએ આવ્યું ત્યારે સિદ્ધરાજના સામતે અને મંત્રીઓ તેના શત્રુ થઈ પડયા. તેમાં કુમારપાળને બનેવી કાન્હડદે તથા મંત્રી વાહડ મુખ્ય હતા. સિદ્ધરાજને હાથે પરાજિત થયા હતા તે રાજાએ પણ ગુજરાતની સત્તાને ઉખેડી નાખવા તૈયાર થયા. તેમાં નાગરને રાજા આન અને ઉજ્જૈનને બલ્લાલ મુખ્ય હતા. આ સમયનો લાભ લઈ રાહ કવાટે પાટણની સત્તાને અનાદર કરી ખંડણી ભરવી બંધ કરી અને સ્વતંત્રતા ધારણ કરી. કુમારપાળ ઉપર જ્યારે શત્રુ રાજાઓ ચડી આવ્યા ત્યારે અનેક ખંડિયા રાજાઓ તેની સહાય અર્થે ગયા, પણ કવાટ ગયે નહિ. અને તેણે પૂર્વજોની ગુમાવેલી શક્તિ પુનઃ પ્રાપ્ત કરવા વૃથા પ્રયત્ન કર્યો. 7ii માંગરોળઃ રાહ કવાટને જોઈએ તેવો સહકાર મળે નહિ. જેઠવાઓ રાહના પગલે ચાલી તેમનું નાનું રાજ્ય એવા તૈયાર ન હતા. માંગરોળને ગેહિલ ઠાકર કુમારપાળને ખંડિયે બન્યું હતું. તેણે ઈ. સ. ૧૧૪૬માં કેતરાવેલ શિલાલેખમાં “કુમારપાળ રાજાના રાજ્યમાં” એવા સ્પષ્ટ શબ્દ વાપર્યા છે. આ ગુહિલ વલ્લભી વંશના અવશેષે હતા. માંગરોળમાં રહી તે પિતાને સૌરાષ્ટ્રને નાયક કહેવરાવતે. ઈ. સ. ૧૧૪૬માં મૂલુક નામે ઠાકર હતું. તેને ભાઈ સેમ અતિ બળવાન હતે. તેણે સહજીગેશ્વરનું દેવળ બંધાવ્યું તથા સોમનાથ ઉપર સુવર્ણકળશ ચડાવ્યું. અને તેના ખર્ચ માટે રવાડ, બળેજ તથા માંગરોળની જકાતમાંથી પ્રતિદિન કાર્વાપણું (એક પૈસો) પ્રત્યેક વિકય ઉપર વસૂલ કરી આપવા આજ્ઞા કરી. વંથલી માટે પણ તે જ આજ્ઞા કરી અને વાસણવેલની દેગુયા વાવ ઝાડના ઝૂંડ સાથે આપી. આથી જણાય છે કે ગેહિલ મલકના રાજ્યને વિસ્તાર વંથળીથી ચોરવાડ સુધી અને માધુપુર પાસે આવેલા બળેજ સુધી હશે. આ સમયે જાંબુની ગાદીએ માંગુજી ઝાલા હતા. તેના પાટવી કુંવર માધુપાળ (મુંજપાળ) રાહના જમાઈ થતા. તેના પુત્ર ધવળ કે ધમળ થયા. તે પ્રભાસના વાજા ઠાકર પસાજી કે પલાજીના જમાઈ હતા. સુલ્તાન કુતુબુદ્દીન ઐબકે તેને મારી જાંબુ 1. લેખ માટે જુઓ ભાવ. ઇન્સ, અથવા હી. ઈ. ઓ. ગુજરાત : શ્રી. આચાર્ય; : ભાગ 2 જે. 2. વર્તમાન સોરઠના લગભગ 3 ભાગ વંથળી ઉપરથી રાહની હકૂમત ઊઠી ગઈ હશે તેમ જણાય છે. ચિત્તોડ ઉપર જેમ ઉદયપુરની સત્તા ન હતી તેમ સંભવ છે કે રાહે વંથળી તજી દીધું હશે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy