________________ રજપૂત સમય 143 સહાય કરે તેમ ન હતું. ઝાલાવાડ ઝાલાઓને હાથ પડયું હતું. ચાવડા, ગોહિલ અને પરમાર રાજા સિદ્ધરાજ સામે થવાની હિમ્મત કરે તેમ ન હતા. પણ રાહ ખેંગારને મંત્રી સોમરાજ જે વસ્તુ યુદ્ધથી ન બની તે બુદ્ધિથી કરવા તૈયાર થયે. પ્રજાને બળે : મંત્રી સમરાજે ખેંગારના પતન પછી ગુપ્ત સ્થાનમાં વાસ કર્યો હતો. તેણે સેરઠમાં એક જબ્બર ષડયંત્ર ઉત્પન્ન કર્યું. તેણે સ્થળે સ્થળે પિતાના માણસે મેકલ્યા અને ખમીરવંતી સેરઠી પ્રજાને પરદેશી ધૂંસરી ફગાવી દેવા હાકલ કરી. સેમરાજનું કાવતરું સફળ થયું. અને ઈ. સ. ૧૧૨૫માં સિદ્ધરાજ જ્યારે માળવા સાથેના યુદ્ધમાં પ્રવૃત્ત હતો ત્યારે સેરઠમાં બળ ફાટી નીકળે. સ્થળે સ્થળેથી સિદ્ધરાજનાં થાણાઓ ઉઠાડી મૂક્યાં અને જૂનાગઢના દંડનાયકને કેદ કરવામાં આવ્યું. સેનાપતિ સહજીગ હાર્યો. જેઠવા રાણા નાગજી (સંગજીના પુત્ર) પિતાનું સૈન્ય લઈ આવ્યા અને નવઘણને જૂનાગઢની ગાદીએ બેસાડ. તે સાથે સેમરાજે કરેલી યેજના અનુસાર તે પાટણ પહોંચે. પાટણનું શરણ : તેણે પાટણ જઈ સિદ્ધરાજનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, ખંડણી ભરી અને સમયને ઓળખી નવઘણ સિદ્ધરાજને ખંડિયો રાજા થયો.* રાજ્યવિસ્તાર : રાહનું રાજ્ય નાશ પામ્યું. સૌરાષ્ટ્રને બળવાન રાહ સોરઠને રાજા થઈ ગયો. રાહની આણ માનતા ઠાકોરોએ સિદ્ધરાજનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, અને સૌરાષ્ટ્ર મંડળમાં રાહની સત્તા અને શક્તિ નહિવત્ થઈ ગઈ. 1. માંગરોળમાં સં. 1202 (ઈ. સ. ૧૧૪૬)ને સેઢડી વાવને શિલાલેખ છે. તેમાં માંગરોળના ઠાકોર મલુક, તેના પિતા સહજીગ તથા તેના પિતા સહારનો ઉલ્લેખ છે. મલુક ઇ. સ. ૧૧૪૬માં હતા. તેના ભાઈ સેમરાજે પિતાની યાદગીરીમાં પિતૃનામાં એટલે પિતાના નામે મહાદેવનું મંદિર-સહજીગેશ્વર બંધાવ્યું, એમનાથના મંદિર ઉપર સુવર્ણકળળ ચડાવ્યો. તેના પિતા, સહજીગ ચૌલુકય સૈન્યને સેનાપતિ હતા એમ લખ્યું છે. એટલે સોમ-મલક ઈ. સ. ૧૧૪૬માં થયા હોય તે ઇ. સ. ૧૧૨૫માં સોલંકીઓનાં સૌરાષ્ટ્રનાં સૈન્યને અધિપતિ સહજીગ હોય અને તે રાહને સ્વાભાવિક રીતે મદદ ન જ કરે. 2. આ મંત્રી સેમરાજ વડનગરા નાગર કદી આંગીરસ ગોત્રો હતા. (લેખક wદી છે. તેનું પ્રવર આંગીરસ છે.) 3. ઈ. સ. ૧૧૪૬ના શિલાલેખમાં ટેડ “ચૌલુકાની કીર્તિ કલંકિત કરી" એમ કહે છે. તેને અર્થ એ કે સહજીગ હાર્યો હતો. 4. સિદ્ધરાજ ગુજરી ગયો (ઈ. સ. 1143) ત્યારે તે 18 દેશને સ્વામી હતો. कर्णाटे गुर्जर लाटे, सौराष्ट्र कच्छ सैन्धवे उच्चायां चैव भभ्मेर्या, मारवे मालवे तथा। कौरणे च महाराष्ट्रे कीरे जालंधर पुनः सपादलक्षे मेवाडे दीयाभीराख्ययोरपि॥ (વિશેષ માટે જુઓ રાસમાળા-ભાષાંતર) છે