________________ રજપૂત સમય 133 આ સમયમાં જ ઝાલાઓ આ દેશમાં આવ્યા. તેઓએ ઝાલાવાડ ઈ. સ. 1090 લગભગ લીધું, જેને ઈતિહાસ આગળ ચર્ચવામાં આવ્યું છે. રાહ ખેંગાર બીજો: ઈ. સ. 1098 થી ઈ. સ. 1114 જૂનાગઢ : ખેંગારે ગાદી ઉપર આરૂઢ થઈ પિતાના મરતા પિતાને આપેલાં વચન પાળવા માટે પ્રવૃત્તિ શરૂ કરી. પણ તેણે વિચાર્યું કે પાટણને કિલ્લે પાડે એટલે એક પ્રબળ શત્રુને છંછેડે. અને તેથી તેણે વંથળીથી ફેરવીને જૂનાગઢમાં રાજધાની કરી, તથા ત્યાં ઉપરકેટના કિલ્લાને મજબૂત બનાવી અડીચડી વાવ અને નવઘણ કૂ બંધાવ્યાં. વળી, પાણીને અગાધ પુરવઠે મળે તેવી યેજના કરી, ભેંયરાં બદાવી તેમાં પુષ્કળ અનાજ ભર્યું અને સૈન્યની ભરતી કરી હથિયારોને પણ સંગ્રહ કર્યો. ભેંયરા : આ તૈયારી કરી તેણે ભેંયરા ઉપર ઘેરે ઘા. ભયંકર અને દીર્થ સંગ્રામને અંતે સેંયરા પડ્યું અને પિતાની દેખરેખ નીચે તેણે ભેંયરાને કિલ્લે પડાવી નાખે. ઉમેટા : ત્યાંથી તે ઉમેટા ગયે. અને હંસરાજ મહીડાને યુદ્ધમાં મારી ઉમેટા તેના કુંવરને પાછું મેંપી ખેંગાર પાટણ ગયે. પાટણ : પાટણને દરવાજો તોડવાનું ઉમેટા કે ભયરા જીતવા જેટલું સહેલું ન હતું. પણ તે સમયે સિદ્ધરાજ માળવા ઉપર ચડાઈ લઈ ગયા હતા. તેને લાભ લઈ રહે પાટણ જઈ ત્યાં એચિત છાપે મારી દરવાજો તથા તેને કેઠે તેડી તેના પથ્થર લઈ આવી જૂનાગઢમાં કાળ દરવાજો તેનાથી બનાવ્યું. 1. શાપર-જાનાગઢ માગમાં ખેંગારવાવ નામની સ્થાપત્યના નમૂના જેવી સુંદર વાવ તથા ઉપરકેટમાં આવેલા “અડીચડી વાવ અને નવઘણ કૂવો” પણ આ સમયમાં થયાં હેવાનું જણાય છે. નવઘણ કૂવો 171 ફીટ ઊંડે છે અને તેમાં 255 પગથિયાં સુંદર ગળાકારે બનાવેલાં છે. તે રાહ નવઘણે બંધાવ્યો હોવાનું કહેવાય છે. અડી ચડી વાવ રાહ નવઘણની વડારણે અડી અને ચડીના નામે બંધાઇ હેવાની દંતકથા છે. ઉપરકોટ તો ઘણે પુરાણે છે; છતાં ગ્રહરિપુએ તે બાંધે કે સુધાર્યોવધાર્યો હોવાનું ગણાય છે. પ્રચલિત લેક્તિ છે કે “અડીચડી વાવ અને સેંધણ કૂવો, ન જુએ તે જીવતે મૂઓ.” 2. આ વાત બંધબેસતી નથી. પાટણનો કિલ્લે ખેંગાર તેડે અને સિદ્ધરાજ તે અપમાન સહન કરી લે તે સંભવતું નથી. વળી, પાટણને કોઈ દરવાજો કાળ કહેવાતે નહિ, તેમ જૂનાગઢને કાળ દરવાજે પણ ખેંગાર પછી ઘણું વખતે બંધાય. એટલે આ વાત માત્ર જોડી કાઢેલી જણાય છે. ખેંગારે પ્રતિજ્ઞા કઈ રીતે પૂરી કરી તે સમજાતું નથી; પણ રાણકદેવીના કારણે સિદ્ધરાજે ચડાઈ કરી ત્યારે આ કારણે પણ ચડાઇનાં કારણે પૈકી એક હોય.