________________ રજપૂત સમય 119 શકયા નહિ અને મહમુદે પ્રભાસના પાદરે પડાવ નાખે. તેને “સેમનાથનું ગગનમાં ઝોલાં ખાતું શિખર, તેની પાછળ સમુદ્રની આસમાની આકાશકક્ષાથી પાર નીકળી ગયેલું દેખાયું; મંદિર દ્વારમંડપ, રંગમંડપ અને શંકુ આકારને ઘુમ્મટ તથા તેની ફરતે ચેક, થાંભલાઓ વડે ટેકવેલી અટારીઓ, આજુબાજુનાં અનેક નાનાં દહેરાં-એ સર્વ વડે અતિ રમણીય દેખાતા આ પવિત્ર દેવાલય”ની ભવ્યતાની ઝાંખી કરી. તેણે તેના સન્યને ઇસ્લામની શાન માટે, દીનના હુકમ માટે મરીને શહાદત મેળવવા અનુરોધ કર્યો, અને “અલ્લા હો અકબર”ના પ્રચંડ નારાથી તેમણે સોમનાથ ઉપર આક્રમણ કર્યું. દુર્ગ: સોમનાથ શિવક્ષેત્ર હતું. એટલે તેને શત્રુને ભય ન હોય. તેથી ત્યાં દુર્ગ હતું નહિ. અને નગરના રક્ષણ માટે કઈ ખાસ સૈન્ય પણ હતું નહિ. તેમ છતાં બ્રાહ્મણે અને ક્ષત્રિયોએ એક નાનુંશું સૈન્ય તાબડતોબ ઊભું કરી દીધું અને સોમનાથના દેવાલય આડે માનવલ્લેિ ખડે કરી દીધું. પ્રથમ તે તેઓને એમ લાગ્યું કે કઈ મહારાજા દર્શને આવે છે. પણ જ્યારે તેઓએ લીલું નિશાન જોયું અને ભક્તિભાવને સ્થળે વેરભાવ છે ત્યારે તેઓએ મહાદેવની પ્રાર્થના શરૂ કરી અને આર્યોના અમર ધર્મને રક્ષવા માટે ધર્મયજ્ઞમાં બલિદાન થઈ હોમાઈ જવા તૈયારી કરી. મહમુદે “અલ્લા હો અકબરના તુમુલ નાદે તેના સૈન્યને આગળ વધવા આજ્ઞા કરી. બન્ને પક્ષેએ બાણની વૃષ્ટિ કરી અને તલવારની તાળીઓ લેવાવા માંડી. મહમુદ ધનલોભથી લડતે હતે. તેના સૈનિકને પણ લૂંટમાં ભાગ મળવાને હતે. ભૂખ્યા અને નિર્ધન કાબુલીઓ ભારતમાં દષ્ટિગોચર થતા ધનભંડારને લૂંટવાની ઈચ્છાથી લડતા હતા, જ્યારે બ્રાહ્મણે અને ક્ષત્રિયે તેમજ અન્ય આર્યો પિતાના ધર્મના રક્ષણ માટે પ્રાણાર્પણ કરવા બહાર પડયા હતા. આ બે દિવસ સતત યુદ્ધ ચાલ્યું. સાંજે મહમુદે જીતની આશા છોડી દીધી. વળતે દિવસે પ્રાત:કાળમાં મહમુદે ફરી હલે કર્યો. આ દિવસે રાહ નવઘણનું સૈન્ય તેના સેનાપતિ મહીધર 1. કર્નલ ટોડ : “ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા.” 2. અલબિરુની તેના ઇતિહાસ “તારીખ-ઉલ-હિન્દ'માં લખે છે કે એ પ્રતિમા તથા ધનભંડારે દુગમાં રાખવામાં આવતા. આ દુગ સો વર્ષ પહેલાં જ કર્યો હતો. અલબિરુનીએ આ ગ્રંથ ઇ. સ. 1031-32 માં સંપૂર્ણ કર્યો. એટલે ઈ. સ. ૯૩૦-૩૧માં દુગ પૂર્ણ કર્યો તેમ તેના કથન પ્રમાણે મનાય. પણ આ દુગર તો મંદિરની ફરતે હતું તેમ તેને અર્થ થાય છે. પ્રભાસખંડ વગેરેના આધારેથી જણાય છે કે આ સમયે પ્રભાસને દુશ હત જ નહિ. આ પ્રશ્ન “સમ- * નાથ” નામક મારા ગ્રંથમાં ચર્યો છે. એમનાથ શિવક્ષેત્ર હતું, તેને કેઇ આય રાજાના આક્ર મણને ભય હતો નહિ. તેથી ત્યાં દુગની આવશ્યકતા ન હતી.