________________ “પ્રભાસ-ઇતિહાસ સંશોધન મંડળના સભ્ય શ્રી. ચુનીલાલ માનશંકર દેશાઈ તથા શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકરે ઘણું વરસોથી મારા સંશોધન અને ઇતિહાસલેખનના કાર્યમાં સહકાર આ છે; તેમને પણ હું આ સ્થળે ઉપકાર માનું છું. પુસ્તકના મુદ્રણમાં શ્રી. જયંતભાઈ પલાણે જે પ્રેમપૂર્વક સહકાર અને સહાય આપ્યાં છે તે માટે તેમને પણ હું આભાર માનું છું. આ પુરતક તૈયાર કરવામાં જે જે સદ્ગત અને વિદ્યમાન લેખકો, વિદ્વાને અને ઈતિહાસકારોનાં પુસ્તકે કે લેખને મેં આધાર લીધે છે, તેમજ જે મિત્રો પાસેથી મેં કેટલીક હકીકત મેળવી છે તે સવને આ સ્થળે હું અંતઃકરણપૂર્વક આભાર પ્રદર્શિત કરું છું. ખાસ કરીને મારા ગુરુ પ્રો. કેમીસેરિયેટ તથા મિત્ર છે. હસમુખભાઈ સાંકળિયાનાં પુસ્તકે મને બહુ ઉપયોગી નીવડયાં છે, અને તેમને વિશેષ ઉલ્લેખ ન કરું તો હું કૃતની ગણાઉં. સૌરાષ્ટ્રના ઈતિહાસનું મુખપૃષ્ઠ સૌરાષ્ટ્રના ગર્વ અને ગૌરવ સમા મુ. રવિશંકર રાવળની પ્રેરણાથી શ્રી નરેન્દ્રભાઇએ તૈયાર કરી પુસ્તકને આકર્ષક બનાવી દીધું છે, તે માટે તે બન્નેને પણ હું ખાસ ઉપકાર માનું છું. અંતમાં નામદાર હીઝ હાઇનેસ મહારાજા જામસાહેબ શ્રી. દિગ્વિજયસિંહજી બહાદુરે આ કાર્યમાં રસ લઈ મને જે પ્રોત્સાહન અને ઉત્તેજન આપ્યું છે, તે માટે તેઓ નામદારને તથા તેઓશ્રીના અંગત મંત્રી કુ. શ્રી. રામસિંહજીભાઈને હું અત્યંત ગણું છું. * મને આશા છે કે, આ પુસ્તકને ઈતિહાસરસિક જનતા આદર કરશે અને તેમાં રહી જતી કેાઈ ક્ષતિ કે ઊણપ સૂચવશે તે બીજી આવૃત્તિમાં તે સુધારી લેવા હું અવશ્ય પ્રયત્ન કરીશ.