________________ 106 સૌરાષ્ટ્રને ઇતિહાસ મૂળરાજે સિંહપુર (સિહોર), વળા તથા અન્ય ગામે તેમજ જમીને બ્રાહ્મને દાનમાં દીધાં, અને ત્યાંથી તે પાટણ પાછો ફર્યો. ગ્રહરિપનું મૃત્યુઃ ફૂલાણીના મરણથી ગ્રહરિપુ નબળો પડે. તેણે તેની વૃદ્ધાવસ્થામાં તેના પ્રદેશને શત્રુઓના હાથમાં જતા જોયા. ગુજરાતના રાજાનું સાર્વભૌમત્વ તેને સ્વીકારવું પડ્યું. તેની આ નામોશીભરેલી હારના આઘાતથી તે યુદ્ધ પછી ત્રણ વર્ષમાં જ ગુજરી ગયે. 1. લાખા ફૂલાણી માટે કવિઓએ કાવ્યને પ્રવાહ વહેવડાવ્યું છે તેના મૃત્યુ માટે એક છીપે છે: શાકે નવ એકમેં માસ કાર્તિક નિરંતર, પિતાવર છળ ગ્રહે સારડ દામે ખત સધર; પડે સમ સપનર પડે સેલંક ખટ, સો ઓગણીસ ચાવડા મૂઆ રાજ રક્ષણવા. (લેક સાહિત્ય) स्वप्रतापतले येन लक्षदाम वितन्वता / सत्रितस्तत्कलत्रााणां बाष्पावग्रह निग्रह // (ગા) कच्छपलक्षं हत्वा सहसाधि कलम्बजाल मायांत। सगर सागरमध्ये धीवहता दर्शिता येन // (मेरुतंग) ભાવાર્થ:- જેમ અગ્નિમાં લાખ હોમનાર અનાવૃષ્ટિને નિગ્રહ કરે છે, તેમ પિતાના પ્રતાપરૂપી અગ્નિમાં લક્ષ (લાખા)ને હેમ કરનારે (મૂળરાજે) તેમની સ્ત્રીઓનાં આસ વડે અનાવૃષ્ટિને નિગ્રહ કર્યો. જેમ સમુદ્રમાં માછી પોતાની પ્રસારેલી જાળમાં આવતાં લક્ષ કચ્છપ એટલે કાચબા આદિ જળચરોને મારે છે, તેમ કચ્છપતિ લક્ષે (લાખાઓ) પોતાની વિસ્તારવાળી જાળમાં લઈને સંગ્રામરૂપી સાગરમાં હણને માછીપણું પ્રગટ કર્યું. समत्त्रकत शत्रुणां संपहाये स्वपरित्राणाय / महेच्छक कच्छभूपालं लक्ष लक्षी चकारय // (દ્વિૌમુવી) શત્રુઓના અંગમાં છેક પીછાં સુધી પ્રવેશ કરનારાં પિતાનાં બાણને મેટી ઈચ્છાવાળા કચ્છભૂપાળને યુદ્ધમાં લક્ષ્ય કર્યો.