SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨જપૂત સમય 101 મૂળરાજની કચ્છ ઉપર ચડાઇ : તે પછી મૂળરાજે વારંવાર કચ્છ ઉપર ચડાઈ કરી, પણ તે નિષ્ફળ ગયે. આ રીતે વારંવાર એક જ રાજા ઉપર ચડવાનું એક કારણ હતું. મૂળરાજે તેના મામા સામંતસિંહને દગાથી મારી નાખે ત્યારે સામંતસિંહની સગર્ભા રાણી પિતાને પિયેર તણેટ (વર્તમાન જેસલમીર) ચાલી ગઈ. ત્યાં તેને પુત્રને જન્મ થયે. તેનું નામ અહિપત પાડયું. અહિપત વયમાં આવતાં પિતાના પિતાના ખૂનીનું વેર લેવા માટે તથા તેનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા ગુજરાતમાં આવ્યું. પણ તેને આશ્રય મળે નહિ. તેથી તે નિરાશ થઈ જુદે જુદે સ્થળે સહાય માટે ફરતા ફરતા આખરે લાખા ફુલાણુના આશ્રયે જઈને રહ્યો. લાખા ફૂલાણીએ તેને મેરગઢ ગામ છવાઈમાં આપ્યું. મૂળરાને આ અહિપતને ભય સદાય રહ્યા કરતું હતું કે તે એક દિવસ તેના રાજ્યમાં જરૂર ભાગ માગશે. તેથી તેણે લાખાને અહિપતને સેંપી દેવા માગણી કરી, પણ લાખે શરણુગતને સેપે તે કુલાભિમાનથી વિરુદ્ધ હોઈ તેણે આ માગણી નકારી કાઢી. વિશેષમાં મૂળરાજને પિતા રાજ કચ્છમાં નારાયણસરની યાત્રા કરવા ગયેલે ત્યારે લાખા ફૂલાણની બહેન રામા સાથે લગ્ન કરેલાં અને તેને પુત્ર રાખાયત અથવા ગંગાધર હતા. રાજ કચ્છમાં રહેવા લાગે, પણ કેઈ નાની બાબતમાં લાખે તથા રાજ વઢી પડયાં. અને લાખાએ તેના બનેવી રાજને મારી નાખે. રામા સતી થઈ. તે વખતે રાખાયત બાળક હતું પણ તે મેટ થતાં તેને આ વાતની જાણ થઈ, તથા કેઈને ચડાવ્યાથી કે મહેણુથી તે રાતેરાત લાખાની પવનવેગી ઘેડી લઈ પાટણ ગયે, અને બીજ અંધ હતે છતાં તેને પિતાના લેહીની ગંધ રાખાયતમાં આવી. રાખાયતે ભૂળરાજને વેર લેવા વીનવ્ય અને લાખાને નાશ કરવાની વિચારણા કરી. રાખાયતે કચ્છના માર્ગો, લાખાના સૈન્ય વગેરેને પરિચય આપે અને મૂળરાજને માર્ગ સરળ બન્ય. મૂળરાજની સેરઠ ઉપર ચડાઈ : મૂળરાજે ગુજરાતનું રાજ્ય વધાર્યું હતું, શ્વર હતો. તેથી તેણે શિવનાં મંદિરે ઠેકઠેકાણે બંધાવેલાં. શંકરે તેના ઉપર પ્રસન્ન * 1. આ અહિપતે લાખા ફૂલાણુને મૃત્યુ પછી અને મૂળરાજની છત પછી કરછમાં ઘણાં ગામો જીતી લીધાં. તેની પંદરમી પેઢીએ પૂંજે છ થયો. તે જામ અબડાજીના ત્રાસથી નાસી, વર્તમાન પાલનપુર રાજ્યમાં આવેલ હ્યારપર ગામે ગયો અને ત્યાં “ચોરાસી" પ્રાપ્ત કરી. તેને વંશજો શરવીર અને પરાક્રમી થયા, અને તે વંશમાં ગુજરાતમાં અંબોડ, વરસોડા, આંબાસર તથા માણસાના ઠાકોર થયા. 2. લાખાએ ઘોડાના કાનમાં પંચાળની ધૂળ બીજે દિવસે જઈ. તેથી તે જાણી ગયેલ કે રાખાયત ફૂટયો છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy