SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ લાખાએ આટકોટ આવતાં માર્ગમાં સૌરાષ્ટ્રને ઉત્તર ભાગ, વર્તમાન હળવદથી જેડિયા સુધીને તથા તેની દક્ષિણને ઘણે ભાગ પિતાને અધીન કરેલો. ધરણને આ ખબર પડી જતાં ફૂલને મારવા માટે મારા મોકલ્યા; પણ ધરણના મારાઓને પિતાને પુત્ર સેપી ફારૂ ફૂલને બચાવ્યો. (સરખા-પના અને ઉદયસિંહ તથા સેંધણુ અને દેવાયત.) ફારૂક ત્યાંથી બાંભણસરના સેઢા રાજાના ગામ ધલુરામાં એક વણિક કુટુંબમાં દાસી તરીકે રહી, અને કુલ ફારૂકને મા સમજી તેની સાથે રહેતો. આ કુટુંબમાં અજા અને અણગોર નામે બે ભાઈઓ તથા બેલાડી નામે બહેન હતી. ફૂલ મટે થતાં આ કુટુંબની ગાયે ચારવા માંડયો. તે સાથે એક લુહારની ગાય પણ તે ચારતો. તેના બદલામાં લુહારે તેને એક સાંગ ઘડી આપી, જે પિતાની કાંધે ધરી ફૂલ ફર્યા કરતે. એક દિવસ સેઢે રાજા શિકાર ખેલવા નીકળે. ફૂલ તે જોવા ગયે. શિકારમાં સિંહે ખિજાઈને રાજા ઉપર તરાપ મારી. રાજાનું મૃત્યુ સામે હતું; પણ લે તેની સાંગથી સિંહને મારી નાખ્યો અને રાજાને જીવતદાન આપ્યું. રાજાએ તેની ઓળખાણ માગી. જ્યારે તેને ખબર પડી કે તે રાજ્યકુટુંબને છે ત્યારે પિતાની કન્યા ધાણકુંવરનાં તેની સાથે લગ્ન કર્યાં. બીજી વાર્તા એ છે કે પરમાર રાજા કીર્તિરાજની કુંવારી કન્યા કામલતા સખીઓ સાથે રમતી હતી. રમતાં રમતાં મંદિરની સ્થભાવલીમાં ભેને બાથ લઈ તે બેલતી હતી કે “આ મારો વર” “આ મારે વર”. એવામાં કૂલ નામનો ગોવાળ ત્યાં સ્થભની એથે છુપાઈને આ રમત જેતે હવે તે તેની બાથમાં આવી ગયો અને તેનાથી છૂટતાં શરમાઈ નાસી ગયો. લગ્ન સમયે રાજકન્યા કામલતાએ હઠ લીધી કે હું તે તે ગોવાળને જ પરણુશ. તેથી તેની સાથે તેનાં લગ્ન કર્યા. (મેરુતંગ) ત્રીજી વાર્તા એ છે કે કેરાકેટના રાજમહેલની અટારીએ આથમતા સૂર્યની ચર્ચા જતી જસી, સમલ, નેતર તેમજ ડાહી નામની ચાર સખીઓ બેઠી હતી. સૂર્ય તેના ઉપર મેહાંધ થયા અને એક કૂલ તેઓના તરફ ફેંકયું. તે ચારે સખીઓએ સુંદયું અને ચારેને પુત્ર થયા. ન્સીએ માવલ જનમિયે, લાખણસી સેમલ, નેતર માગે હુએ ડાહી જાય કમલ. એ પ્રમાણે સોમલને પેટે લાખો જો. તે કુલને પુત્ર માટે ફૂલાણી કહેવાય. (આ વાત માત્ર કલ્પિત જણાય છે.) લાખાનો જન્મ ક્ષે તે જ દિવસે પાટણને કિલ્લો તેના પિતા કૂલે લીધે. અને ભય કર સંગ્રામમાં તે વિજ્ય થયો. જે દિ' લાખ જનમિય, ધરપત કચ્છ ધરા, તે દિ' પીરાણા પટ્ટણની કેટા લેટ કરાકનલ વોટ્સન કહે છે કે કૂલ મૂળરાજ સામે ચડે હતા, અને તેણે પાટણને કોટ લીધો હતો.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy