SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની પરખા રાજ્યાઁએાની હકૂમત સાઈબેરિયા સુધી પથરાતી હતી તથા આ સકાઓ દરમિયાન હૂણ લેકે ચીનાઓ બની જતા હતા. દૂણુના આ ચીનીકરણમાંથી સૂઈ રાજવંશ સ્થપાતે હતું અને તેની હકૂમત નીચે દક્ષિણ ચીનને પ્રદેરા આવી જતું હતું. આ સમયે ચીન પર શિક્ષણને પ્રચાર વિશાળ બનતે હતા તથા શહેનશાહતના પુસ્તકાલયમાં ૫૪૦૦૦ પુસ્તી જમા થતાં હતાં. ત્યાર પછી સાતમા સૈકાના ઉદયમાં મહાન ગણુયેલે ટાંગ રાજ્યવંશ શરૂ થયું. આ રાજવંશની ત્રણ સૈકાની જિંદગી દરમિયાન ચીની સંસ્કૃતિમાં ઉદાર મતવાદ ઉમેરા તથા વિદ્યાને વ્યાસંગ વિકાસ પામે. આ દરમ્યાન જ હિંદમાંથી બુદ્ધને પ્રકાશ ચિન પર પથરાયે. આ સમયને અતિ પ્રાચીન સમય સાથે સરખાવતાં આ સમય નૂતન ચીનને સમય કહેવાય છે. આ સમયમાં રાજવહીવટ વધારે વ્યવસ્થિત એવું નૂતન સ્વરૂપ ધારણ કર્યું. આ સમયમાં જૂના સાહિત્યના પુનરાવર્તનને બદલે બિલકુલ નવું સાહિત્ય લખાયું. આ સમયમાં ચિત્રકળાએ નવું રૂપ ધારણ કરીને નવાં ચિત્રોના ઢગલા ચિતરવા માંડ્યા. આ સમયમાં ચિંતનની શાળાઓમાં બુદ્ધનું નૂતન ચિંતનશાસ્ત્ર પ્રકાશી ઉઠયું. તથાગતનું સ્વાગત કરનારી ચીનની ભૂમિકા ચીન અને હિંદના વિશાળ એવા જીવનના વહીવટમાં બંને દેશોનાં ચિંતનરૂપ અથવા સિદ્ધતિના સ્વરૂપમાં એક મેટે તફાવત રહેલે માલમ પડે છે. એ તફાવત એ છે કે, ભારતીય ચિંતનનું રૂપ પ્રાચીન સમયથી, પદાર્થથી પર અથવા અપક્ષ રૂપવાળું “મેટાફીઝીકલ' સ્વરૂપનું અને સ્વમેક્ષવાળું ધાર્મિક રહ્યા કર્યું. ચીનનું ચિંતનરૂપ ધર્મથી અલગરૂપવાળું તથા માનવ વ્યવહારની નીતિમત્તાના ચિંતનરૂપવાળું બન્યા કર્યું. હિંદ, ઈરાન, ઈઝરાઈલ, અને ગ્રીસની જેમ ચીની ઇતિહાસના ઈ.પૂર્વેના સાતમા સૈકાથી સમજણનું સકારણરૂપ વિકસવા માંડયું હતું. ચિંતકે અને શિક્ષક ધર્મના સ્વરૂપની ભેદવાળી આવી અંધદશાને પિછાણવા માંડયા હતા. તેમાં નીતિનિયમના સકારણરૂપ જેવા વહીવટ નીચે સમાજમાં સંભવી શકે તેવા સમાજનાં દીવાસ્વને આલેખાવા માંડ્યાં હતાં. આવા શિક્ષકે લેકને પિતા તરફ ખેંચતા હતા અને તેમને જીવન વ્યવહારમાં પલટે લાવવાની જરૂરિયાત સમજાવતા હતા. આવા બળવાર શિક્ષકેમાં જાતે બનેલે, એક ટેકશી હતા, અને તેને, ચેંગના અધિકારીએ શિરચ્છેદ કરી નાખ્યા હતા. પણ લાઓ-ઝી નામને ચિંતક-શિક્ષક, ટૅગ–શીના દાખલા પરથી શાંત રહેવાનું શાણપણ શિખ્યું હતું. ચાઉ શહેનશાહતના વિશાળ પુસ્તકા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy