SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ te શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા પહેલે પૂકાર સંભળા. આ માનવધર્મનું નામ જીવન વર્તનનું સ્વરૂપ હતું. આ વર્તનના સ્વરૂપમાં કેઈ ક્રિયાકાંડ હવે નહીં પરંતુ માનવ માનવ વચ્ચેને બંધુભાવ જીવનના ચારિત્ર્યનું મૂલ્ય બનતે હતે. ધર્મ એટલે માનવમાનવ વચ્ચે વર્તનધર્મ હતે. સામાજિક સહઅસ્તિત્વને આ કાનૂન કોઈ પણ ક્રિયાકાંડ કે દેવ દેવળ વિનાનો બન્યો. આ કાનૂનની કાર્યવાહીએ સંગ્રામનું સત્યાગ્રહી સ્વરૂપ ધારણ કરવું પડ્યું. આ કાનૂનનો નિષેધ કરનારૂં રૂ૫ શાહીવાદનું હિંસક સ્વરૂપ હતું. આ હિંસક ઘટનાનાં ઘેર ચક્રો પાસે જઈને પેલે સુકલકડી સંત વિશ્વધર્મના પેલા ત્રણ પ્રવર્તકોનાં વિચાર મુલ્યમાંથી ઘડાયો હોય તે ઉભે, અને પ્રશાંત પડકાર જે એને અવાજ સંભળાયે, “એક ભયંકર યંત્રજાળમાં એક ટાંકણું પડે તેમ હું તમારી હિંસક ઘટનામાં યાહેમ કરીને ઉતરી પડવા માગું છું.” પછી એ ઉતરાણ થયું અને પેલી હિંસક ઘટનાની શાહીવાદી યંત્ર જાળના પિલાદી ટાંકાઓ એશિયાભરમાંથી તુટવા માંડ્યા. એશિયાની વિમુક્તિને અવાજ બીજુ વિશ્વયુદ્ધ જગતપર ભયાનક બન્યું હતું. એકવીસ મહીનાને ગાંધીજીને કારાગાર વાસને સમય અંત પામે હતા. કારાગારના અધિપતિએ ૮મી ઓગસ્ટની (૧૯૪૨ ની) મધરાતે પૂરાએલા કેદીઓ પાસે આવીને ૧૯૪૪ના મેના પાચમા દિવસે કહ્યું, કે આવતી કાલે સવારમાં ૮ વાગે તમારે બીન શરતી ટકારાનો હુકમ મારી પાસે આવી ગયો છે. ૧૯૪૪ ના મેના દિવસે ઈનસ્પેકટર જનરલ ઓફ પ્રિઝન્સ અહીં પિણું આઠ વાગે હાજર થયો. ગાંધીજીએ લાકડી પકડીને ચાલવા માંડ્યું. “જરાક થોભી જાવ મહાત્માજી !” કેમ !”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy