________________
૭૮૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પ્રગટાવનાર જો કાઇ અતિહાસિક પરિબળ હાય તો તે પરિબળ પરાધીન પ્રદેશની વિમુક્તિની હિલચાલ અથવા એશિયા આફ્રિકાની વિમુક્તિની હિલચાલ છે, એમ કહી શકાય. આ હિલચાલે, વિશ્વઇતિહાસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રિય કાનૂનને માનવ જાતના જીવતરમાં જનમાવ્યા તથા, માનવ સંસ્કૃતિના જીવતરના સંસ્કાર સ્વરૂપમાં, ક્રાન્તિકારી એવું જીવનમૂલ્ય નિપજાવી દીધું,