________________
૭૬૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એણે સેન્યાને પાસે બોલાવીને સમજાવ્યું, “અંગત મિલકત, લુંટ છે, પાપ છે. એને કોઈપણ અધિકાર હવેથી હું નહિ વાપરી શકું.'
ટોલસ્ટોયે શરીરશ્રમનું જીવન શરૂ કરી દીધું. એણે વહેલી સવારમાં બાગનું કામ, અને રસેડાનું પાણી ભરવાનું કામ શરૂ કર્યું હતું. હવે એણે ઓરડામાં ચામડાં ભર્યા હતાં અને એ બુટ બનાવતો હતો. એ કહેતો હતો, ‘અંગત મિલકતનાં માલિકને જ્યાનક બિમારી લાગુ પડી છે. એ બિમારીનું નામ એણે
ખીન મેનીયા” પાડ્યું. “એ બિમારીવાળો એ વર્ગ કશું જ કરતો નથી અને બધું ભોગવ્યા જ કરતે હોય છે.' એમ એણે કહયું. પછી ૧૮૮૭ ના ડિસેંબરના ૧૨ મા દિવસે કઝનના એક છાપામાં નીચેના સમાચાર છપાયા.
કઝાકા નદીના કિનારા પર આપઘાત કરવાના પ્રયત્નમાં પોતાની બાજુમાં ગોળી મારીને બેભાન બનેલે નીઝની નવગેરેડનો એક કારીગર હાથ લાગે છે તથા તેના ગજવામાંથી જડેલા કાગળમાં તેણે એલેકસી, મેકસીમ શિવના નામથી સહી કરીને લખ્યું હતું કે હું મારી જાન લેવાનો અપરાધ હાઈન નામના જર્મન કવિ પર મૂકું છું. એ કવિએ દિલમાં શળ લાગી જાય તેવી, અંગત મિલ્કત ધારણ કરીને, તેના અધિકારો વડે કરવામાં આવતા અત્યાચારની વાત દુનિયા પાસે રજૂ કરી છે. એ વાંચીને મને એવું શૂળ વાગ્યું અને મેં મારી જાતે મારી ડાબી બાજુમાં ગોળી મારી છે. મારા શરીરની પોસ્ટ મોરટેમ તપાસ કરીને પણ મને દિલમાં વાગેલું એ શૂળ તમે કઈ શેધી કાઢી શકવાનાં નથી.” પછી એને દવાખાનામાં લાવવામાં આવ્યો અને એને ભાન આવ્યું ત્યારે એ બોલી ઉઠે, “ના, ના, હું મરવાને જ નથી.'
ટોલસ્ટોયે આ સમાચાર વાંચ્યા હતા. ટોલસ્ટોયને આ સમાચારમાં ખૂબ રસ પડ્યો તથા પિલાની એણે તપાસ કરી. જેના આ સમાચાર છપાયા હતા તે, એક જુવાન હતા. એ સાજો થઈને રશિયાને, દુનિયાને દેખવા પોતાના સવાલને લઈને નીકળ્યો હતો.
આ જુવાનનું નામ ગોરકી હતું. એણે ડોન પ્રદેશનો રસ્તો પકડ્યો. એણે રસ્તા પર જે કઈ મજુરી મળે તે કરી અને રેટીને સવાલ ઉકેલ્યો. ટાંવ અને રીઆઝન પ્રદેશ પરને પંથ કાપતે કોઇવાર કુલી બનતે, કોઈવાર મજૂર થતે, કઈવાર ઘરનેકર બનતે, એ મુસાફર આગળ વધે, અને ખામનોવનીકી જિલ્લામાં પેઠો હતે. એ જ જિલ્લામાં મહાન ટોલસ્ટોયનું ઘર હતું. એક દિવસ એણે એ ઘરનાં કમાડ ઠેક્યાં અને અંદરથી ટોલસ્ટોયનાં ઉમરાવજાદી પત્નીએ તે ઉધાડીને કહ્યું, “એ તે બહાર ગયા છે.”